ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર :ઇકબાલગઢ માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 45 રીલ પકડાઈ

Text To Speech

પાલનપુર: ચાઈનીઝ દોરીના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે. જેને લઇને કોર્ટ પણ ટકોર કરી ચૂકી છે. છતાં રાજ્યમાં અનેક જગ્યાએ ચાઇનીઝ દોરીનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ પણ હવે એકશન માં આવી છે. જેમાં બનાસકાંઠા ના અમીરગઢ પાસેના ઇકબાલગઢ માંથી પણ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નો જથ્થો પકડ્યો છે.

અમીરગઢમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

દોરી-humdekhengenews

કેટલાક વેપારીઓ પાચ ના પચાસ કરવાની લાલચમાં આવી દોરીઓ વેચી રહ્યા હોવાનું કહેવાય છે. ત્યારે અમીરગઢ પોલીસ દ્વારા પ્રતિંબધિત ચાઇનીઝ દોરીને લઈ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અમીરગઢ પી.આઈ.,પીએસઆઈએ પોલીસ સ્ટાફ સાથે ઇકબાલગઢ ગામની એક દુકાન પર ચેકીંગ કરતા દુકાનમાંથી ચાઇનીઝ દોરી ના 33 બોક્સમાં રહેલી 45 ફિરકી મળી આવી હતી. અને પોલીસે કુલ રૂપિયા 18 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ચાઇનીઝ દોરીના વેચાણ અંગે વસ્ત્રાપુર પોલીસનો સબ સલામતનો દાવો

Back to top button