ટ્રેન્ડિંગમનોરંજન

હવે બોલિવુડમાં ‘સેક્સ એજ્યુકેશન’ જેવા ગંભીર મુદ્દા પર થશે વાત : રકુલ પ્રીત સિંહે કરી પહેલ

Text To Speech

આપણાં દેશમાં ‘સેક્સ’ વિશે વાત કરવી હજુ પણ વર્જિત છે. લોકો તેના વિશે ચર્ચા કરવામાં અચકાય છે, શાળાઓમાં પણ આ વિષય બાળકોને ખુલ્લેઆમ સમજાવવામાં આવતો નથી અને શીખવવામાં આવતો નથી. પરિણામ એ આવે છે કે લોકો અનેક પ્રકારની ભૂલો કરે છે. ખાસ કરીને છોકરીઓને સૌથી વધુ તકલીફ પડે છે. તેથી સેક્સ એજ્યુકેશન પર ખુલીને વાત કરવા માટે બોલિવુડમાં એક ફિલ્મની એન્ટ્રી થઈ રહી છે. હકીકતમાં ફિલ્મ ‘છત્રીવાલી’માં આ ગંભીર મુદ્દા પર વાત કરવાની પહેલ રકુલ પ્રીત સિંહે કરી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે આ જ વાર્તાને દમદાર રીતે કહે છે.

આ પણ વાંચો : વિરાટ અને અનુષ્કાની પુત્રીની ઝલક સામે આવી : વીડિયો થયો વાયરલ

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર સૌથી પહેલા 

કેવું છે ટ્રેલર ? 

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે શાળામાં એક વિદ્યાર્થી શિક્ષકને મૈથુન વિશે પૂછે છે અને શિક્ષક ખચકાટ સાથે જવાબ આપે છે કે જો એક પક્ષી બીજા પક્ષી પર બેસે તો…. પછી બીજા સીનમાં રકુલ પ્રીત સિંહની એન્ટ્રી થાય છે, જે ખૂબ જ સીધી વાત કરવી જાણે છે. પરંતુ જ્યારે તેનો બોયફ્રેન્ડ તેની નજીક આવે છે, ત્યારે તે કોન્ડોમનો ઉપયોગ કરવા માંગતો નથી. રકુલ જુએ છે કે જાગૃતિના અભાવે તેની ભાભીનું બે વાર અબોર્શન થઈ ચૂક્યું છે અને તેના કારણે તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ બધું જોઈને રકુલ ચોંકી જાય છે અને પછી તે પોતે જ એક કોપી-બુક લઈને બહાર નીકળી જાય છે, દુનિયાને સેક્સ એજ્યુકેશન વિશે જણાવવા માટે, પરંતુ તે એટલું સરળ નથી કે સમાજ તેને આ બધું કરવા દેશે કે નહીં ? તેની સામે આ મોટો ચેલેન્જ છે, હવે રકુલ પ્રીત સિંહ દુનિયાને કેવી રીતે સેક્સ એજ્યુકેશનનું મહત્વ સમજાવશે, તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

Chhatriwali - Hum Dekhenge News
ફિલ્મ ‘છત્રીવાલી’

ફિલ્મની સ્ટાર કાસ્ટ

ફિલ્મ છત્રીવાલીનું નિર્દેશન તેજસ પ્રભા વિજય દેવસ્કરે કર્યું છે. રકુલે આમાં સાન્યા ઢીંગરાનું પાત્ર ભજવ્યું છે. આ ફિલ્મમાં રકુલ સિવાય સુમિત વ્યાસ, સતીશ કૌશિક, ડોલી આહલુવાલિયા, રાજેશ તૈલંગ, પ્રાચી શાહ પંડ્યા, રાકેશ બેદી અને રીવા અરોરા જેવા કલાકારો છે.

ફિલ્મ ક્યારે અને ક્યાં રિલીઝ થઈ રહી છે ?

રકુલ પ્રીત સિંહની ફિલ્મ ‘છત્રીવાલી’ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. તમે તેને ZEE5 પર 20 જાન્યુઆરી 2023થી જોઈ શકો છો.

Back to top button