ભાવનગરમાં મુખ્યમંત્રીને સંબોધન કરતા ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી, ભૂલ સમજાતા કહ્યુ સોરી સોરી..
ભાવનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ABVPના કાર્યાલય મંત્રીની જીભ લપસી ગઈ હતી. તેમણે ગુજરાતના સીએમને ABVPના મુખ્યમંત્રી તરીકે સંબોધન કરી દેતા લોકોમાં હાસ્યનું પાત્ર બન્યા હતા. જો કે કાર્યાલય મંત્રીને તેમની ભુલ સમજાતા તેમણે તરત જ સોરી કહ્યુ હતું.
ભાવનગર એબીવીપીના કાર્યાલય મંત્રીની જીભ લપસી
ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ માં ABVPના 54મું અધિવેશન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સમયે ભાવનગર એબીવીપીના કાર્યાલય મંત્રી અને અધિવેશનના સ્વાગત સમિતિના મંત્રીની જીભ લપસી હતી. તેમણે ભૂપેન્દ્ર પટેલને એબીવીપીના મુખ્યમંત્રી કહી દીધા હતા.
ભાવનગર : ABVPના કાર્યાલય મંત્રીની જીપ લપસી, બાદમાં તરત જ કહ્યુ સોરી
ગુજરાતના સીએમને ABVPના મુખ્યમંત્રી તરીકે સંબોધન કરી દીધા હતા.
જોકે આ ભુલ તરત જ તેમને ધ્યાને આવતા જ સોરી કહ્યુ હતું@ABVPGujarat @Bhupendrapbjp #Gujarat #ABVP #HumDekhengeNews #GujaratiNews pic.twitter.com/ylOf6lt14M— Hum Dekhenge News (@humdekhengenews) January 7, 2023
ભુપેન્દ્ર પટેલ પણ હસી પડ્યા
કાર્યક્રમમાં સ્વાગત પ્રવર્ચન સમયે ભાવનગર એબીવીપીના કાર્યાલય મંત્રી અમર આચાર્યની જીભ લપસી હતી. ભૂપેન્દ્ર પટેલને એબીવીપીના મુખ્યમંત્રી કહી દીધા હતા. તેમણે આભારવિધિમાં સંબોધન કરતા કહ્યુ હતુ કે” ABVPના માનનીય મુખ્યમંત્રી..સોરી સોરી સોરી…. “આ સાંભળીને ઉપસ્થિત લોકો સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પણ હસી પડ્યા હતા.
ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54મુ અધિવેશન
ભાવનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54મુ અધિવેશન રાજ્યનાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલએ ખુલ્લું મૂકાયુ હતુ. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત સંમેલનમાં ધારાસભ્ય જીતુ વાઘાણી, શીવાભાઈ ગોહિલ, સેજલ પંડ્યા સહિત આગેવાનો હાજર રહ્યાં હતા.. તેમજ આ અધિવેશનમાં ગુજરાત પરના વિવિધ જિલ્લાઓમાંથી 1000 જેટલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ, તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં પ્રદેશ અને દેશનાં નેતા હાજર રહ્યાં હતા.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર ફરી ઝડપાયુ સોનું, ટોયલેટમાં છૂપાવીને રાખેલા 116 ગ્રામના સોનાના 6 બિસ્કિટ મળી આવ્યા