નેશનલ

બિહાર માં જાતિવાર જનગણના આજથી થશે શરુ

જાહેર જનતાના હિતમાં બિહારમાં જાતિ વાર વસ્તી ગણતરી કરવાની જાહેરાત બિહારના મુખ્ય પ્રધાન નિતિશકુમારે આજરોજ શનિવારથી શરુ કરવાની જાહેરાત કરી હતી. પ્રદેશના સમતોલ અને સમુચિત વિકાસ માટે કાસ્ટબેઝ સેન્સસ જરૂરી હોવાનું એમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે માત્ર બિહાર નહિ, પણ સમગ્ર દેશ માટે જાતિવાર વસ્તી ગણતરી અત્યંત ઉપયોગી અને દેશના વિકાસ માટે ઉપયોગી બની રહેશે.

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે સમગ્ર પ્રદેશના સમુચિત અને સમતોલ વિકાસ માટે જાતી આધારિત વસ્ત ગણતરી અત્યંત જરૂરી છે. બિહારના તમામ 38 જીલ્લામાં 21 જાન્યુઆરી સુધીના પ્રથમ તબક્કામાં રહેણાકના તમામ એકમો આવરી લેવામાં આવશે જેના આધારે માથાદીઠ વસ્તીગણતરી થશે.

જ્યારે સરકાર અને સમાજ જાતિવિહીન સમાજ માટે પ્રયત્નશીલ હોય ત્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ફેરવિચારણા ને પાત્ર હોઈ શકે, પરંતુ સમુચિત અને સમાવેશી વિકાસ માટે જાતિ આધારિત વસ્તી ગણત્રી ની માંગ ઉઠતી રહે છે. પરંતુ આના લીધે ચોક્કસ પ્રદેશોમાં ચોક્કસ રાજકીય પક્ષોને પોતાને અનુકુળ રાજકીય સ્થિતિ અંકે કરવા માં સહાય મળશે. આ જ કારણોસર દેશના હિન્દી બેલ્ટમાં છાસવારે જાતિ આધારિત જન ગણના માટે માંગ ઉઠતી રહે છે.

કેન્દ્ર સરકાર જાતિવાર જન ગણનાની તરફેણમાં કેમ નથી?

ગયા સપ્ટેમ્બર માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સોસિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સસ અંતર્ગત કાસ્ટ સેન્સસ કરવું શક્ય નથી. પરંપરાગત રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ની ગણત્રી થઈ શકે છે પણ તમામ જાતિ ની અલગ અલગ ગણતરી કરવી વહીવટી દ્રષ્ટિએ બોજારૂપ પ્રક્રિયા છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટ માં 2021 ની વસ્તી ગણતરીમાં પછાત વર્ગના નાગરિકો ની સૂચિ તૈયાર કરવાનો નિર્દેશ માંગતી રીટ થયેલ હતી. મહારાષ્ટ્ર સરકારે 2011 ની વસ્તીગણતરી ભેગા કરવામાં આવેલ અન્ય પછાત વર્ગોના આંકડા પણ જાહેર કરવાની માંગણી કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર ફરી ઝડપાયુ સોનું, ટોયલેટમાં છૂપાવીને રાખેલા 116 ગ્રામના સોનાના 6 બિસ્કિટ મળી આવ્યા

કેન્દ્ર સરકારે પોતાની એફિડેવિટ માં મુખ્યત્વે ત્રણ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ નું ધ્યાન ખેંચ્યું હતું. પ્રથમ, માંગણી પ્રમાણે 2011 ની વસ્તી ગણતરીના અન્ય પછાત વર્ગોના આંકડા જાહેર કરી શકાય તેમ નથી. બીજું, જાતિ ગત જન ગણના ન કરવી એ સરકાર નો નીતિવિષયક નિર્ણય છે. સુપ્રીમ કોર્ટ સરકારના નીતિવિષયક નિર્ણયો માં દાખલ કરી શકે નહિ. અને ત્રીજું, જાતિવાર વસ્તી ગણત્રી કરવી એ વહીવટી દ્વષ્ટિએ વ્યવહારુ નથી તેમજ તંત્ર માટે બોજારૂપ કાર્ય છે.

બિહાર માં જાતિવાર જનગણ - Humdekhengenews

કેન્દ્ર સરકારે એફિડેવિટ માં સ્વીકાર્યું છે કે 2011 ની વસ્તી ગણતરી અંતર્ગત સરકારના સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પાસે 130 કરોડ નાગરિકો નો ડાટા છે. આટલો વિશાળ ડાટા અને તેનું વિશ્લેષણ કરવા માટે સરકારે નીતિ આયોગના વાઇસ ચેરમેન અરવિંદ પાનગરિયા નાં વડપણ હેઠળ એક સમિતિની ગઠન કર્યું હતું, પણ સમિતિના અન્ય સભ્યો ની નિમણુક હજી બાકી હોવાના કારણે હજી સુધી કોઈ મિટિંગ મળી નથી કે આ આંકડાઓને આધારે પ્રકાશિત કરી શકાય એવા કોઈ સંશોધનો મળી શક્યા નથી.

તેજસ્વી યાદવે ભારતીય જનતા પાર્ટી સામે પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ ની ગરીબ વિરોધી નીતિ રહી છે અને તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો વિરોધ કરે છે. એમણે ઉમેર્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરીના કારણે વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રદેશનો સમતોલ વિકાસ કરવા માટે સમતોલ બજેટ અને સામાજીક ન્યાય માટેની યોજનાઓ લાગુ પાડી શકાય છે.

વસ્તી ગણતરીનો બીજો તબક્કો

એપ્રિલ મહિનામાં શરુ થતા બીજા તબક્કામાં બિહારમાં જાતિ, ઉપજાતિ, અને સામાજિક-આર્થિક પાસાઓ પર માહિતી ભેગી કરાશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્દ્ર સરકારે જાતી આધારિત વસ્તી ગણતરી કરવાનું નકાર્યા પછી બિહાર સરકારની કેબિનેટે પોતાનાં રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું ઠરાવ્યું હતું. બિહારના કુલ 38 જીલ્લાનાં 534 બ્લોક તથા 261 અર્બન લોકલ બોડીમાં કુલ 2.58 રહેણાંકને સમાવતી આ વસ્તી ગણતરીમાં બિહાર રાજ્યની કુલ ૧૨.૭૦ કરોડ વસ્તીને આવરી લેવામાં આવશે.

Back to top button