ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના કંઝાવલા કેસમાં ચોંકાવનારો ખુલાસો, અંજલિની ફ્રેન્ડ કરતી હતી ગાંજાની હેરાફેરી

Text To Speech

દિલ્હીના કંઝાવલા ઘટનામાં વધુ એક મોટો ખુલાસા થયો છે. હવે નિધિના ભૂતકાળ સાથે જોડાયેલી એક વાત સામે આવી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર અંજલિની મિત્ર નિધિ ગાંજો સપ્લાય કરતી હતી. ગેરકાયદે હેરફેર સામે NDPS એક્ટ હેઠળ 2020માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની પાસેથી 10 કિલો ગાંજા મળી આવ્યો હતો.

Anjali's friend Nidhi
Anjali’s friend Nidhi

નિધિની 6 ડિસેમ્બર 2020ના રોજ આગરા કેન્ટ સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી. ગાંજાનો જથ્થો લઈ નિધિ તેલંગાણાના સિકંદરાબાદથી દિલ્હી જઈ રહી હતી. નિધિ દિલ્હીના સુલતાનપુરીની રહેવાસી છે. અંજલિના મોતના મામલામાં નિધિના નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે. ત્યારે હવે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે પોલીસ આ બધી બાબતો કેમ જાહેર નથી કરી રહી?

દીપક નામના યુવકે ગાંજો મંગાવ્યો હતો

નિધિની માતાએ કહ્યું કે શિક્ષિત ન હોવાને કારણે તે આ વિશે વધુ જાણતી નથી. નિધિએ જ તેને આ વિશે જણાવ્યું હતું. તો. નિધિએ કહ્યું કે ગાંજો દિલ્હીના રહેવાસી દીપક નામના છોકરાએ મંગાવ્યો હતો.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો યુવક

કંઝાવલા કેસમાં બે નવા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. ફૂટેજ 31મી ડિસેમ્બર એટલે કે અકસ્માતની રાતના છે. સીસીટીવી ફૂટેજમાં અંજલિ અને તેની મિત્ર નિધિ બંને દેખાય છે. તેની સાથે એક યુવક પણ જોવા મળ્યો હતો. આ સીસીટીવી ફૂટેજમાં ત્રણ લોકો સ્કૂટી પર આવે છે. તેમાં નિધિ, અંજલિ અને તેમની સાથે એક યુવક પણ છે, જે સ્કૂટી ચલાવી રહ્યો છે.

Back to top button