અમદાવાદ : છેક 5 વર્ષથી મંજૂર થયેલા સિંધુભવન-બોડકદેવ પોલીસ સ્ટેશનની સ્થિતિ કેવી છે ?
અમદાવાદના હાલ સૌથી વધારે ધમધમતા એવા સિંધુભવન રોડ પર મંજૂરીના 5 વર્ષ બાદ બનશે બોડકદેવ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન શરૂ થયાં પૂર્વેથી જ વિવાદોમાં સપડાયેલું હતું ત્યારે હવે થોડા જ સમયમાં પોલીસ મથક શરૂ કરવામાં આવશે. બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવવા પોલીસે પાંચ વર્ષમાં પાંચ વખત જગ્યા બદલી પણ પોલીસ સ્ટેશન શરૂ થયું નહોતું. પોલીસ સ્ટેશન બનવાની મંજુરી મળ્યા બાદથી જ વિવાદોમાં સપડાયેલું બોડકદેવ પોલીસ સ્ટેશન શરૂ કરવાની મંજુરી મળી ગઈ છે. આ પહેલા પણ 4 વખત પોલીસ સ્ટેશન બનાવવા માટે જગ્યા નક્કી કરવામાં આવી હતી, પણ કામ શરૂ થયું નહોતું. ત્યારે હવે મંજુરી મળ્યા બાદ હવે ટૂંક સમયમાં પોલીસ સ્ટેશનની શરૂઆત થઇ જશે.
આ પણ વાંચો : અમદાવાદ : શાહીબાગમાં ઘરમાં લાગી આગ, સારવાર દરમિયાન એક કિશોરીનું મોત
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે બોડકદેવ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારને લઈને જાહેરનામું જાહેર કર્યું છે. અગાઉ આ વિસ્તાર સોલા પોલીસ સ્ટેશન અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતો હતો. આ પહેલા સોલા પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, રાજપથ ક્લબ પાછળના મ્યુનિ.ના પ્લોટના ડોમમાં બનાવાયું હતું જે બાદ સિંધુભવન રોડ પર આવેલા પ્લોટમાં શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા પણ પાંચ વખત પોલીસ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તે માટે જાહેર પણ કરવામાં આવ્યું હતું, પરંતુ શરૂ થયું નહોતું. ત્યારે હવે પાંચ વાર ના પ્રયાસ પછી ફરી બોડકદેવ પોલીસ સ્ટેશન ને હંગામી ધોરણે શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : પ્રતિબંધ છતાં પણ બેફામ વેચાતી ‘ચાઇનીઝ દોરી’, શું પતંગનો શોખ લોકોના જીવ કરતાં પણ સસ્તો ?
અમદાવાદ પોલીસ કમિશ્નરે પોલીસ સ્ટેશન બનવાની જાહેરાત થયાં બાદ તેના હદ વિસ્તાર પણ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સોલા સાયન્સ સીટી રોડ થી ભાડજ સર્કલ, ભાડજ સર્કલ થી બોપલ રીંગ રોડ અને છારોડી ગામના સર્વે નંબર સહિતના વિસ્તાર, એસ.જી. હાઇવે, એસ.જી.વી.પી. સ્વામીનારાયણ મંદિર સુધીનો તથા ઓગળજ ગામ, ઇસ્કોન-આંબલી બીઆરટીએસ બંને સાઈડનો રોડ, ઇસ્કોન બ્રિજના ઉત્તર તરફના છેડા સુધીનો રોડ તથા રાજપથ ક્લબ ત્રણ રસ્તા, પકવાન ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા અને હેબતપુર ત્રણ રસ્તા સુધીનો છેડા સુધીનો હદ વિસ્તાર આ પોલીસ સ્ટેશનની હદમાં નક્કી કરવામાં આવેલ છે. જેથી પોલીસ સ્ટેશન શરુ થયાં બાદ આ તમામ વિસ્તારના રહેવાસીઓને પોતાની કોઈપણ પ્રકારની ફરિયાદ માટે કે કોઇપણ રજૂઆત માટે બોડકદેવ પોલીસ સ્ટેશન જવાનું રહેશે.