રાજકોટમાં ભારત-શ્રીલંકા વચ્ચે આજે અંતિમ જંગ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝની આજે ત્રીજી અને અંતિમ મેચ રમાશે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં આ મેચ રમાશે. આ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી મેદાની જંગ કોણ જીતશે તેને લઈ વધુ રસપ્રદ રહેશે.
A warm and traditional welcome in Rajkot as #TeamIndia arrive for the third and final T20I, which will take place tomorrow! ???????? #INDvSL pic.twitter.com/6Z7IOGO0BS
— BCCI (@BCCI) January 6, 2023
ભારતે મુંબઈમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચ 2 રનથી જીતી લીધી હતી. જ્યારે બીજી T20 મેચ પુણેમાં શ્રીલંકાએ 16 રનથી જીતી લીધી હતી. આમ સિરીઝ 1-1થી બરાબર થઈ હતી.
હાર્દિક પંડ્યાને શ્રીલંકા સામેની T20 સિરીઝની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે સૂર્યકુમાર યાદવને વાઈસ કેપ્ટન બનાવ્યો છે. આજની મેચ જીતવી ભારત માટે ખૂબ જ મહત્વની બની જાય છે.
રાજકોટમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં 4 T20 સિરીઝ રમ્યું છે. આમાંથી 3 મેચ જીતી છે, જ્યારે 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 2013માં ઓસ્ટ્રેલિયામાં 6 વિકેટે, 2019માં બાંગ્લાદેશ સામે 8 વિકેટે તો 2022માં સાઉથ આફ્રિકા સામે 82 રને જીત મેળવી હતી. જ્યારે 2017માં ન્યૂઝીલેન્ડ સામે ટીમે 40 રને હારનો સામનો કરવો પડ્યો હતો.