ઇતિહાસમાં સૌ પ્રથમવાર દ્વારકાના મંદિરે ચઢાવવામાં આવી LED વાળી ધજા
દેવભૂમિ દ્વારકામાં હજારો ભાવિકો આવતા હોય છે. અહી ભગવાન દ્વારકાધીશ સિવાય પણ અન્ય મંદિરો આવેલા છે. જેનુ પણ આગવું મહત્વ હોય છે. ત્યારે દ્વારકામાં આવેલ રૂક્ષ્મણી મંદિરનું પણ ખુબ મહત્વ ગણવામાં આવે છે. કેમકે માતા રુક્મણીના ખૂબ ઓછા મંદિર હોય છે જેમાંનું એક મંદિર અહી આવેલું છે. જેથી ભક્તો દ્વારકા આવે ત્યારે આ રૂક્ષ્મણી મંદિરમાં દર્શન કરવા આવશ્ય આવતા હોય છે. ત્યારે આજે દેવભૂમિ દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર ઉપર સૌ પ્રથમ વાર LED વાળી ધજા ચઢાવવામાં આવી છે. જેને દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.
રૂક્ષ્મણી મંદિર પર પ્રથમ વખત LED વાળી ધજા
દ્વારકા નગરીથી માત્ર 1.5 કિ.મી.ના અંતરે આ રૂક્ષ્મણી મંદિર આવેલુ છે. આ મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે કરાવ્યું હોવાની માન્યતા છે. દ્વારકાધીશ મંદિરે દર્શન કરનાર રૂકમણિ મંદિરે દર્શન કરે ત્યારે જ તેની જાત્રા પૂરી ગણાય છે. ત્યારે અહી દ્વારકાધીશના મંદિરની સાથે સાથે રૂક્ષ્મણી મંદિરને પણ એટલુ જ મહત્વ આપવામાં આવતુ હોય છે. ત્યારે આજે આ રૂક્ષ્મણી મંદિરમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લાઇટવાળી ધજા ચઢાવવામાં આવી હતી. આ ધજા એક ભાવિક પરિવારે ફરકાવી હતી.
મંદિરમાં ધજાનું ખૂબ મહત્વ
મંદિર પર ધજા ફરકાવાનું પણ ખુબ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં પણ મંદિરની ધજાનું આગવું માહાત્મય છે એવુ માનવામાં આવે છે કે મંદિરમાં દર્શન ન કરી શકો તો દૂરથી મંદિરની ધજાના દર્શન કરો તો પણ તે ભગવાનના દર્શન કર્યા બરાબર છે . અનેક ભક્તો દ્વારા મંદિરમાં ધજા ચઢાવવાની માનતા રાખવામાં આવતી હોય છે. જેથી ભક્તો જ્યારે પોતાની માનતા પુરી થાય ત્યારે અહી આવીને મંદિરે ધજા ચઢાવતા હોય છે. ત્યારે આજે દ્વારકાના રૂક્ષ્મણી મંદિરમાં પણ એક ભાવિક પરિવાર દ્વારા સૌ પ્રથમ વાર LED વાળી ધજા ફરકાવવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ : શાહીબાગમાં ઘરમાં લાગી આગ, સારવાર દરમિયાન એક કિશોરીનું મોત