GCCI અને IGBCના સહયોગથી “વર્લ્ડ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ મીટ” યોજાઈ : ઉર્જા પરિવર્તન પર મુકાયો ભાર
આજે વર્લ્ડ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ (WCI) એ 2023 માં તેની ગ્લોબલ ડાયલોગ સિરીઝ હેઠળ ‘ગ્લોબલ લીડરશિપ ઇન ક્લાઇમેટ એક્શન‘ પર પ્રથમ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશેષ અતિથિ તરીકે બેરી ગાર્ડીનર એમપી (ક્લાઈમેટ પાર્લામેન્ટના ડાયરેક્ટર અને યુકે સરકારના ભૂતપૂર્વ શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ચેન્જ) આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) અને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) ના સહયોગથી ITC નર્મદા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : GCCI દ્વારા અમદાવાદ શહેરના ભવ્ય વારસાની ઉજવણી કરાઈ
આ ઉપરાંત આ કાર્યક્રમમાં અન્ય વક્તાઓમાં IAS એસ.જે. હૈદર (H.E. મી. ફ્રેડી સ્વેન, ભારત ખાતે ડેનમાર્કના રાજદૂત), સમીર સિન્હા (ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ), પ્રમુખ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથિક પટવારી અને ભૂતપૂર્વ યુએન અંડર સેક્રેટરી જનરલ તેમજ સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલના મહામહિમ ડૉ. કંદેહ યુમકેલ્લા ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વને તાત્કાલિક પરિવર્તનકારી પગલાની જરૂર : બેરી ગાર્ડિનર
કાર્યક્રમ ની શરૂઆત બેરી ગાર્ડિનર દ્વારા ક્લાઈમેટ લીડરશીપ પરની વાતચીત સાથે થઈ હતી. ઇવેન્ટ પર પોતાના વિચારો વ્યક્ત કરતાં, તેમણે કહ્યું હતું કે, “WCI દ્વારા આયોજિત સંવાદે સ્પષ્ટ કર્યું છે કે વિશ્વને તાત્કાલિક પરિવર્તનકારી પગલાની જરૂર છે. આ અંગેનું વૈશ્વિક નેતૃત્વ માત્ર લક્ષ્ય નક્કી કરવા અને તેવી આશા રાખવી કે અન્ય કોઈ આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા કાર્ય કરશે તેવી આશા રાખવા વિશે નથી. આપણે એવા નેતૃત્વની જરૂર છે જે આપણા પર્યાવરણ પરિવર્તનના કેન્દ્રમાં સર્વ સમાનતાના સિદ્ધાંતને સ્થાન આપે. તેનો અર્થ એ છે કે પ્રદુષણ ઘટાડવાના લક્ષ્યોને પહોંચી વળવા માટે નાણાકીય સહાયમાં વધારો કરવો જે આપણે સૌને પેરિસમાં નક્કી કરેલ 1.5 ડિગ્રીના લક્ષ્યને અનુરૂપ લાવવા મદદરૂપ થાય.
આ ઉપરાંત COP27 દ્વારા આગામી વર્ષ માટે દિશાસૂચનના આધારે, આ પ્રસંગે પર્યાવરણ અંગે એક્શન પરત્વે રહેલી અનેકવિધ નેતૃત્વની તકો તેમજ વિકાસશીલ રાષ્ટ્રો કેવી રીતે ગ્લોબલ વાર્મિંગને 1.5-ડિગ્રી સેલ્સિયસ દ્વારા મર્યાદિત કરવાના પેરિસ ક્લાઈમેટ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આગેવાની લઈ શકે છે તે વિશે ચર્ચા થઇ હતી. આ ઈવેન્ટમાં ક્લાઈમેટ એક્શનમાં નેતૃત્વ, ક્લાઈમેટ સ્પેસમાં ઇનોવેશન, ગ્રીન ઈન્ડસ્ટ્રીઝના ભાવિ માટે નાણાકીય ધિરાણ અને પર્યાવરણ ક્રાંતિને વેગ આપવા અંગે પણ વ્યાપક વાર્તાલાપ થયો હતો.
ભારત સાથેના સહયોગ પર ડેનમાર્કને ખૂબ ગર્વ છે : ફ્રેડી સ્વેન
‘ક્લાઇમેટ માં ઇનોવેશન અંગે સશક્તિકરણ’ વિષય પર બોલતા, ભારતમાં ડેનમાર્કના એમ્બેસેડર H.E. ફ્રેડી સ્વેને જણાવ્યું હતું કે, “અમારી ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશીપના ભાગરૂપે ક્લાઈમેટ એક્શનમાં ભારત સાથેના સહયોગ પર ડેનમાર્કને ખૂબ ગર્વ છે. અમારા કેટલાક ગ્રાઉન્ડ બ્રેકિંગ કહી શકાય તેવા પગલાંઓને વૈશ્વિક વાર્તાલાપમાં પ્રાધાન્ય આપવા માટે હું વર્લ્ડ ક્લાઈમેટ ઈન્સ્ટિટ્યૂટનો આભારી છું. અમે આ સંબંધને વધુ ગાઢ બનાવવા માટે ઉત્સુક છીએ.”
ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ પરિપૂર્ણ જીવનશૈલી વિશે : સમીર સિન્હા
ઈન્ડિયા ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલના અધ્યક્ષ સમીર સિન્હાએ ક્લાઈમેટ સ્પેસમાં ઇનોવેશન પર પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે “ગ્રીન બિલ્ડીંગ માત્ર બાંધકામ વિશે નથી, તે હરિયાળી, સ્વચ્છ, સલામત અને પરિપૂર્ણ જીવનશૈલી વિશે છે. આ સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના LiFE (પર્યાવરણનું જતન કરતી જીવનશૈલી) ના વિચારમાં પણ વ્યક્ત થાય છે.”
વર્લ્ડ ક્લાઈમેટ ઇન્સ્ટિટ્યૂટ સાથે ભાગીદારી કરવામાં ખૂબ આનંદ થાય છે : પથિક પટવારી
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, “અમને અમારા સભ્યો માટે વૈશ્વિક પર્યાવરણ અંગેના બિઝનેસ પરત્વે રહેલી અનેકવિધ સંભાવના પ્રાપ્ત થાય તે માટે વર્લ્ડ ક્લાઈમેટ ઇન્સ્ટિટ્યૂટ સાથે ભાગીદારી કરવામાં ખૂબ આનંદ થાય છે જે થકી ગુજરાત અને ભારત પણ સ્વચ્છ ટેક્નોલોજીમાં ઇનોવેશન લાવવાના લક્ષ્યાંક પરત્વે પોતાનું નેતૃત્વ ધરાવતું સ્થાન સુનિશ્ચિત કરે તે ગૌરવ તેમજ આનંદ ની બાબત છે.
COP28 તરફનો આગામી માર્ગ
આ બેઠકમાં વિકાસશીલ અર્થતંત્ર દ્વારા મૂલ્ય-નિર્માણ (વૅલ્યુ ક્રિએશન) ને મહત્તમ બનાવવા, હરિયાળી પહેલ માટે નીતિ પ્રોત્સાહનો અને ગ્રામીણ અને શહેરી જગ્યાઓમાં આબોહવા સંરક્ષણ પ્રથાઓને ડીકોડ કરવા માટે નવી ટેકનોલોજીની સંભાવનાઓનો ઉપયોગ કરવા માટે સરકારો અને સંસ્થાઓની ભૂમિકા જેવા અગત્યના મુદ્દાઓને સંબોધવામાં આવ્યા હતા. ઉપરોક્ત તમામ ચર્ચા-વિચારણા આગામી સમય માટે આ અંગે ચોક્કસ એજન્ડા નિશ્ચિત કરવા અંગેનો વાર્તાલાપ સાથે સમાપ્ત થયેલ છે, જેમાં COP28 માટે આગામી સમય તેમજ તકો કેવા હશે, તેમજ આ અંગે ભવિષ્યનો એજન્ડા નિશ્ચિત કરવામાં કઈ સંસ્થાઓ મદદરૂપ તેમજ સફળ થઇ શકે તે વિશે પણ ચર્ચા થઇ હતી.
વર્લ્ડ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ વિશે
વર્લ્ડ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ એ લંડન સ્થિત થિંક ટેન્ક છે જે રાષ્ટ્રીય સરકારો, વ્યવસાય અને સમાજ વચ્ચેના સહયોગ પરત્વે મદદરૂપ થવા તેમજ તેના અમલીકરણ દ્વારા સંયુક્ત રીતે લેવાય તેવા પર્યાવરણ વિષયક પગલાંને સફળ બનાવવા મદદરૂપ થાય છે. વર્લ્ડ ક્લાઇમેટ ઇન્સ્ટિટ્યૂટ રાષ્ટ્રીય સરકારોને તેમના NDCs, SDGs અને તેમની GFANZ અને પેરિસ આબોહવા સંવાદ દ્વારા નક્કી થયેલ પ્રતિબદ્ધતા હાંસલ કરવાના તેમના પ્રયાસોમાં સમર્થન આપે છે. WCI રાષ્ટ્રીય સરકારો, વ્યવસાય અને નાગરિક સમાજ વચ્ચે નીતિગત સમન્વયનું ઘડતર કરે છે, જેથી સંયુક્ત પર્યાવરણ વિષયક પગલાંને આગળ ધપાવવામાં આવે. સંસ્થાના આવા અલગ અલગ કાર્યક્રમ ઉર્જા ઉત્પાદન અને સંક્રમણ, ઊર્જા કાર્યક્ષમતા અને તેની માંગમાં ઘટાડો, અને જમીનના વપરાશમાં ફેરફાર અને પર્યાવરણથી થતા ફેરફાર ને અનુકૂળ થવાના ત્રણ મુખ્ય વિષયોની આસપાસ અલગ અલગ દેશના વિશિષ્ટ હેતુઓને સમજી તે વિષે સહયોગ પૂરો પાડે છે.