ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસા તાલુકા સંઘની બારોબાર વેચાયેલી કરોડોની જમીનનો દસ્તાવેજ રદ કરવા માંગ

પાલનપુર: ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની લાખણી ખાતે આવેલ જમીન સહિત ગોડાઉન વહીવટદાર સમિતિએ કરોડોની મિલ્કત રૂ.1.11 કરોડમાં વેચી દેતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અને દસ્તાવેજ રદ કરવા વિવિધ સેવા સહકારી મંડળીઓએ માંગણી કરી છે. આ મામલે નાયબ કલેકટર કચેરીએ અને મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

તાલુકા સંઘના પૂર્વ ચેરમેન સહિત ડિરેક્ટરોએ આવેદનપત્ર આપ્યું

સહકારી સંસ્થા-humdekhengenews

ડીસામાં ખેડૂતોની વિશ્વાસુ ગણાતી સંસ્થા ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં છે. અગાઉ પણ બોર્ડ ઓફ ડિરેકટરો એ ગેરરીતિ કરતા તેમની સામે ફોજદારી ગુન્હો દાખલ કરી બોર્ડને બરખાસ્ત કરી સરકાર દ્વારા વહીવટી સમિતિની રચના કરવામાં આવી હતી.જેમાં તત્કાલિન ધારાસભ્ય શશીકાંત મહોબતરાય પંડ્યા સહીત અન્ય ચાર લોકોની સરકારે વહીવટદાર સમિતિ બનાવી હતી.જે સમિતિએ વહીવટ કરવાના બદલે સંઘની જમીન વેચી દેતા વિવાદ થયો છે. ડીસા તાલુકા સંઘની લાખણી ખાતે 519 ચોરસ મીટર ની જમીન પર ગોડાઉન આવેલ છે.. જેની માર્કેટ વેલ્યુ કરોડોમાં થતી હતી.

પરંતુ વહીવટદાર સમિતિએ 21.10.2022 નાં રોજ઼ ઠરાવ કરી અને જે ગોડાઉન તા 1.12.2022 નાં રોજ઼ માત્ર રૂ. 1.11 કરોડમાં તત્કાલીન ધારાસભ્ય શશીકાંત મહોબતરાય પંડ્યા અને મેનેજર ઈશ્વર લીલાભાઇ દેસાઈ એ વાલજીભાઇ દેવશીભાઇ પટેલ ને વેચાણ કરેલ.જોકે કરોડોનું ગોડાઉન વેચાણ થયાનું જયારે ડીસા સંઘ સાથે જોડાયેલ સેવા સહકારી મંડળીઓ અને સભાસદો ને ધ્યાને આવતા તેઓ દ્વારા જિલ્લા રજીસ્ટાર અને સહકાર મંત્રી જગદીશ પંચાલ સહીત ડીસાનાં ધારાસભ્ય પ્રવીણ માળી, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ લાખણી પંચાયતને જાણ કરી દસ્તાવેજ રદ કરવા અને સંઘની વહીવટદાર સમિતિ અને વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ બાબતે ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપવા ડીસા તાલુકા સંઘના પૂર્વ ચેરમેન પૂર્વ ડિરેક્ટરો તેમજ વિવિધ સેવા સહકારી મંડળીના સભાસદો દોડી આવ્યા હતા.અને જણાવ્યું હતું કે, લાખણી ગામે તાલુકા સંઘનું ગોડાઉન વગર કારણે વહીવટી સમિતિ એ વેચી માર્યું છે. સાથે છ થી સાત કરોડની કિંમતનું ગોડાઉન માત્ર 1.11 કરોડમાં વેચી અને ગેરરીતિ કરી છે તેની તપાસ થવી જોઈએ.

વેલ્યુશન પ્રમાણે રૂ. 6 કરોડની જગ્યા

સહકારી સંસ્થા-humdekhengenews

લાખણી ખાતે આવેલ ગોડાઉન 519 ચોરસ મીટર છે. જે મોકાની જગ્યા છે. જેની કિંમત વેલ્યુશન પ્રમાણે રૂપિયા છ થી સાત કરોડ થાય છે. જે જમીન ખરેખર રૂ 1.11 કરોડમાં વેચી હશે કે પછી ઓન રેકર્ડમાં માત્ર રૂ 1.11 કરોડ બતાવી બાકીની રકમ ઘરે ભેગી કરી છે તે તપાસનો વિષય છે. જોકે સંઘ સાથે જોડાયેલા હાલના ચેરમેન અને મેનેજરે ગેરરીતિ કરી હોવાની શંકા સેવાઈ રહી છે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું.

સંઘમાં માસ્ટર માઇડ મેનેજર

ડીસા તાલુકા સંઘમાં વર્ષોથી મેનેજર તરીકે ઈશ્વર લીલાભાઇ દેસાઈ ફરજ બજાવે છે. અને તે અનેક બોર્ડ ઓફ ડિરેકટરોને ફસાવી તેમના પર રાજકીય વગ વાપરી કેસ કરાવે છે. અગાઉ પણ બે વખત ચેરમેન સામે ગેરનીતિના પુરાવા રજૂ કરી ફરિયાદ નોંધાવેલ અને આ કેસમાં પણ ઠરાવ બુક મા સહીઓ બાદ રાજકીય વગ વાપરી ઠરાવ બુકમાં પાછળથી વેચાણ બાબતનો મુદ્દો ઉમેરેલ. જોકે વહીવટદાર સમિતિનાં સભ્યો પણ આ ઠરાવ બાબતે અજાણ છે.

આ પણ વાંચો :ત્રણ વર્ષ પછી ચીન પોતાની તમામ સરહદો હોંગકોંગના લોકો માટે ખુલ્લી મુકશે

Back to top button