ટ્રેન્ડિંગવર્લ્ડ

કોરોનાનો સબ-વેરિઅન્ટ XBB.1.5 29 દેશોમાં મચાવી રહ્યો છે કહેર, ભારતમાં પણ થઈ એન્ટ્રી

Text To Speech

કોરોના મહામારી ફરી એક વાર અનેક દેશોને તેની ઝપેટમાં લઈ રહ્યું છે. વિશ્વની વાત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાંથી 29 દેશોમાં કોરોનાનો નવો પ્રકાર હાહાકર મચાવી રહ્યો છે. 29 દેશોમાં કોવિડ-19 ના સુપર વેરિઅન્ટ XBB.1.5 કેસો નોંધાયા છે. ત્યારે કોરોનાના આ નવાસબ-વેરિઅન્ટ અંગે WHO એ પણ ચેતવણી આપી છે.

29 દેશો XBB.1.5ની ઝપેટમાં

કોરોના મહામારી ધીરે ધીરે કરીને અનેક દેશોને ઝપેટમાં લઈ રહી છે. કોરોના XBB.1.5 નું નવું સબ-વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. XBB.1.5ના 29 દેશોને તેની ઝપેટમાં લઈ ચૂક્યું છે. ત્યારે ભારતમાં પણ તેને પગપેસારો કરી દીધો છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિશ્વને કોરોનાના જોખમ અંગે ચેતવણી આપી છે. કોવિડ XBB.1.5નું નવું વેરિઅન્ટ 29 દેશોમાં ફેલાયું છે. હવે તે અન્ય દેશોમાં પણ ફેલાય તેવી અપેક્ષા છે. જેથી WHOએ વિશ્વને સાવચેત રહેવા જણાવ્યું છે.

કોરોના નવો વેરિયન્ટ-humdekhengenews

WHOએ વિશ્વને આપી ચેતવણી

સમગ્ર વિશ્વમાં ઝડપથી કોવિડ XBB.1.5નું નવું વેરિઅન્ટ ફેલાઈ રહ્યું છે. ત્યારે આ અંગે WHOએ વિશ્વના દેશોને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે, આ સબ-વેરિઅન્ટની સંક્રમણ ફેલાવાની ઝડપ પણ વધારે છે. તેથી જ વિશ્વએ સાવચેત રહેવાની જરૂર છે. XBB.1.5 અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો કોરોના વાયરસ પેટા પ્રકાર છે. WHOએ આશંકા વ્યક્ત કરી છે કે, આ સબ-વેરિઅન્ટ વિશ્વમાં ફરી મોટું સંકટ સર્જશે.

ભારતમાં પણ નવા વેરિયન્ટના કેસ નોંધાયા

કોરોનનો નવો સબ-વેરિઅન્ટ ખુબ ખતરનાક અને જડપથી ફેલાય છે. ત્યારે તે સમગ્ર વિશ્વમાં મોટી આફત સર્જી શકે એમ છે. ત્યારે આ બારત માટે પણ ચિંતા જનક છે. કેમકે કોરોનાના આ નવા સબ-વેરિઅન્ટે ભારતમાં પણ એન્ટ્રી કરી દીધી છે. INSACOGના જણાવ્યા મુજબ ભારતમાં XBB.1.5 વેરિઅન્ટના 5 કેસ નોંધાયા છે. જેમાંથી 3 કેસ ગુજરાતમાં, એક કર્ણાટક અને બીજો રાજસ્થાનમાં મળી આવ્યો છે.

આ પણ વાંચો : ચાઈનીઝ દોરીના વેચાણ અંગે રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામુ, જાણો સરકારે જવાબમાં શું કહ્યું

Back to top button