વાલીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો, હેલ્મેટનો ઉપયોગ ન કરી એક્ટિવા ચલાવતા 16 વર્ષના કિશોરનું મોત
સમગ્ર ગુજરાતમાં આજે સ્કુલે જતા બાળકો વાહનોનો ઉપયોગ કરતા થઇ ગયા છે ત્યારે આજે અમદાવાદમાં બનેલ બનાવ તમામ માટે એક શીખ સમાન છે. આજકાલ વાલીઓ પોતાના બાળકોને સમયના બચાવ અર્થે વાહનો આપતા હોય છે. પણ સ્કુલે જતા આ બાળકો પાસે લાયસન્સ પણ હોતું નથી અને પોતાના જ બાળકને વાહન આપીને પોતે જ સૌપ્રથમ ગુનેગાર બને છે.
આ પણ વાંચો :હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતી જજો, દેશભરમાં લાગુ થશે નવી સિસ્ટમ તમે પણ જાણી લો
આજે સવારે અમદાવાદમાં ભદ્રેશ્વર ત્રણ રસ્તાથી ઇન્દિરા બ્રીજ તરફ સવારે સાત વાગ્યાની આસપાસ બે વિદ્યાર્થીઓ એક્ટીવા લઈને સ્કૂલે જતા હતા આ દરમિયાન અચાનક એકટીવા સ્લીપ થઇ જતા બંને વિદ્યાર્થીઓ નીચે રોડ પર પટકાયા હતા. જેમાં ચાલક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી, જયારે પાછળ બેઠેલ વિદ્યાર્થીનીને હાથે ઈજા પહોચી હતી. આ ઘટના બનતા ત્યાં આસપાસના લોકોએ તાત્કાલિત 108 ને જાણ કરી દીધી હતી અને પોલીસને પણ ઘટનાની જાણ થતા તે પણ ત્યાં પહોચી હતી.
આ પણ વાંચો :વિદેશ જવાનું પડ્યું ભારે, યુવકે ગુમાવ્યા આટલા પૈસા
મળતી માહિતી મુજબ એકટીવાની પાછળ બેઠેલ વિદ્યાર્થીનીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આજે સવારે મારી દીકરી ભૂમિ એકટીવા લઈને પડોશમાં રહેતા તેના મિત્ર દેવેશ સાથે સ્કુલે ગઈ હતી ત્યારે હું સુતો હતો ને મને ફોન આવ્યો કે તેમનું એકટીવા સ્લીપ થઇ ગયું છે અને દેવેશને માથામાં વાગ્યું છે. હું તરત જ ઘટના સ્થળે પહોચ્યો હતો ત્યારે 108 ના સ્ટાફે દેવેશને મૃત જાહેર કર્યો હતો. મારી દીકરીના હાથના ભાગે ઈજા પહોચતા મારા મોટા ભાઈ નજીકમાં ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ ગયા હતા.
સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલના આચાર્ય ફાધર આર્થર પિંટોએ આ બાબતે દુખ વ્યક્ત કર્યું હતું અને સ્કુલમાં યોજાનાર વાર્ષિક દિવસની ઉજવણીનો કાર્યક્રમ મૂલતવી રાખ્યો હતો.