ત્રણ વર્ષ પછી ચીન પોતાની તમામ સરહદો હોંગકોંગના લોકો માટે ખુલ્લી મુકશે
લગભગ ત્રણ વર્ષ પછી આગામી રવિવારથી ચીન પોતાની હોંગકોંગ સાથેની સરહદોને ખુલ્લી મુકવા જઈ રહ્યું છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે હવાઈ સીમાથી પ્રવેશતા સમયે કોઇપણ જાતનો કોવિડટેસ્ટ કે ક્વોરોનટીન થવાની જરૂર નહી રહે પણ 48 કલાક પહેલાનો નેગેટીવ RT-PCR આવશ્યક રહેશે. જેના પર છેલ્લા ત્રણ વર્ષથી હોંગકોંગ માંથી લોકો પર પ્રતિબંધ હતો.
ચીનમાં છેલ્લા એક મહિનામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પેસેન્જરનો પ્રતિબંધ મુક્યો હતો જેને 6 જાન્યુઆરી સુધીમાં અગાઉ 2019ના સ્તરના 70 ટકા ફ્લાઇટ્સને ફરી શરૂ કરવાની યોજના બનાવી છે. જોકે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કોવિડ પહેલાના સમયે હતી તેના કરતાં ઓછા પ્રમાણમાં ચાલી રહી છે. ચીનના લગભગ 500 વિમાનોના કાફલાનો પાંચમો ભાગ હજી ગ્રાઉન્ડેડ છે. સિરિયમ ડેટાનો ઉપયોગ કરીને મેકકિન્સેના વિશ્લેષણ અનુસાર, મોટાભાગના વિમાનો સક્રિય છે પરંતુ સ્થાનિક રૂટ પર અથવા મર્યાદિત આંતરરાષ્ટ્રીય અને કાર્ગો ફ્લાઇટ્સ પર સામાન્ય કરતા ઓછા કલાકો ઉડાન ભરે છે.
8 જાન્યુઆરીથી ચીનના મેઈન લેન્ડ રહેવાસીઓ માટે પાસપોર્ટ તેમજ વિદેશીઓ માટે સામાન્ય વિઝા અને રહેઠાણ પરમિટ આપવાનું ફરી શરૂ કરશે. દેશની ઇમિગ્રેશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે ચીન મેઇન લેન્ડના રહેવાસીઓને વિદેશમાં મુસાફરી કરવા માટે વિઝા આપવાનું ફરી શરૂ કરશે.
ક્રોસ બોર્ડર મુસાફરી
મીડિયાના અહેવાલ અનુાસર, પરિવાહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યોજના અનુસાર, ચાઇના રવિવારથી શરૂ થતા માર્ગ દ્વારા ક્રોસ બોર્ડર પેસેન્જર પરિવહનને ધીમે ધીમે ફરીથી ખોલવાનું શરૂ કરશે. નેશનલ હેલ્થ કમિશને અલગ યાદીમાં જણાવ્યું હતું કે દરિયાઈ અને જમીન બંદરો પર મુસાફરોનો પ્રવેશ અને બહાર નીકળવાનું ધીમે ધીમે ફરી શરૂ થશે, જ્યારે ચીન નાગરિકોની સુવ્યવસ્થિત મુસાફરી તબક્કાવાર રીતે પુનઃસ્થાપિત કરશે. આંતરરાષ્ટ્રીય ક્રુઝ જહાજો અને પાયલોટના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, ત્યારબાદ સંપૂર્ણ સેવાઓનો તબક્કાવાર પુનઃપ્રારંભ કરવામાં આવશે. રવિવારથી બંદરો પર આયાતી ખાદ્યપદાર્થો માટેના તમામ કોવિડ પરીક્ષણ રદ કરવામાં આવશે.
બોર્ડર ચેકપોઇન્ટ્સ અને વ્યવસ્થા
હોંગકોંગ અને મેઇન લેન્ડ ચાઇના રવિવારે 14 માંથી સાત બોર્ડર ચેક પોઇન્ટનું સંચાલન કરશે, જેમાં શેનઝેન ખાડી અને “લોક મા ચૌ ” સ્ટેશનનો સમાવેશ થાય છે. જોકે, હોંગકોંગના વેસ્ટ કોવલૂન સ્ટેશનથી મેઇનલેન્ડ સુધીની હાઇ-સ્પીડ રેલ લાઇન જાન્યુઆરીના અંત સુધી ફરી શરૂ થશે. હોંગકોંગ અને ચીન બંનેના પ્રવાસીઓએ કોવિડ ટેસ્ટનું નેગેટિવ પરિણામ મેળવવું પડશે અને પ્રસ્થાનના 48 કલાકની અંદર તેને ઓનલાઈન લોગ કરવું પડશે.
હોંગકોંગથી મેઇનલેન્ડમાં પ્રવેશતા લોકો માટે કવોરોન્ટીન અથવા આગમન પર COVID પરિક્ષણો જરૂરી નથી. જોકે, કોવિડ લક્ષણો ધરાવનારાને ઝડપી એન્ટિજેન ટેસ્ટ લેવા માટે કહેવામાં આવી શકે છે. મકાઉ અને હોંગકોંગે જાહેરાત કરી હતી કે રવિવારે બે વિશેષ વહીવટી પ્રદેશો વચ્ચે ફેરીસર્વિસ ફરી શરૂ થશે. દિવસમાં લગભગ 10 ટ્રિપથી શરૂ કરીને ધીમે-ધીમે સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : ચીનને પાછળ છોડીને ભારત બન્યો વિશ્વનો બીજો દેશ, જાણો શું છે ખાસ
ક્રોસ બોર્ડર મુસાફરીના ક્વોટા
હોંગકોંગની સરકાર દરરોજ 60,000 હોંગકોંગ પ્રવાસીઓને લેન્ડ ક્રોસિંગ દ્વારા મુખ્ય ભૂમિમાં પ્રવેશવાની મંજૂરી આપશે. હોંગકોંગમાંથી વધુ 10,000 લોકો દરરોજ મકાઉ-હોંગકોંગ-ઝુહાઈ બ્રિજ દ્વારા અથવા ફેરી દ્વારા અથવા હવાઈ માર્ગ દ્વારા મુખ્ય ભૂમિમાં પ્રવેશ કરે તેવી અપેક્ષા છે. તે માર્ગો પર કોઈ ક્વોટા સીસ્ટમ અમલમાં નથી, પરંતુ પરિવહન સેવાઓ ફક્ત ધીમે ધીમે વધારવામાં આવશે. હોંગકોંગમાં પ્રવેશતા મુખ્ય ભૂમિના પ્રવાસીઓ માટે દૈનિક 60,000 નો ક્વોટા છે.
કોવિડ પહેલા, હોંગકોંગ અને મુખ્ય ભૂમિ વચ્ચેની જમીનની સરહદો પર વાર્ષિક 236 મિલિયનથી વધુ પેસેન્જર ટ્રિપ્સ હતા. જેમાં હોંગકોંગ અને પડોશી ચીની શહેર શેનઝેન પ્રવાસીઓ માટે સ્લોટ રિઝર્વ કરવા માટે ઓનલાઈન બુકિંગ સિસ્ટમ શરૂ કરી છે. પ્લેટફોર્મ પર 8 જાન્યુઆરીથી 4 માર્ચ સુધીની તારીખો માટે 280,000 થી વધુ લોકોએ પહેલેથી જ બુકિંગ કરાવ્યું છે. ચીન રવિવારથી મેઇનલેન્ડના રહેવાસીઓને હોંગકોંગ અને મકાઉની મુસાફરી કરવા માટે પ્રવાસી અને બિઝનેસ વિઝા આપવાનું ફરી શરૂ કરશે.