રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ એક્શન મોડમાં ?
આજકાલ મંત્રી રાઘવજીભાઈ પટેલ એક પછી એક ઓચિંતી મુલાકાત કરી રહ્યા છે. થોડા દીવસ અગાઉ પણ પોતાના વિભાગના કર્મચારીઓની કચેરીમાં પણ અચાનક મુલાકાત કરી હતી.
ગાંધીનગર સેક્ટર 15 ખાતે આવેલી રાજ્યના કૃષિ વિભાગની જમીન ચકાસણી લેબોરેટરીની અચાનક મુલાકાત કરી હતી. મંત્રીજી એ કર્મચારીઓની હાજરી અંગે ચકાસણી કરી અને વિભાગના સૌ કર્મચારીઓને હજુપણ વધુ ક્ષમતા સાથે કાર્યરત થવાની જરૂર છે તેવું કહ્યુ હતું. વધુમાં તેમને સમયબધ્ધતા, સેવાબદ્ધતા અને કૃષિ સમૃદ્ધ ગુજરાતના નિર્માણ માટે પ્રેરણા આપી હતી.
આ પણ વાંચો :મુખ્યમંત્રીની હાજરીમાં વાલ્મીકી સમાજ દ્વારા અનોખી સાડી સાબરમતી માતાને અર્પણ કરાઇ
અગાઉ પણ આવી રીતે સરકારના મંત્રી પદ પર હતા ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી પોતાના સોશિયલ મીડિયામાં લાઇવ થઈને આવી અચાનક સરકારી કચેરીઓની મુલાકત કરતા હતા.
આ પણ વાંચો :જી-20ની થીમ સાથે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, 8 જાન્યુઆરી આચાર્ય દેવવ્રત કરશે ઉદ્ઘાટન
ભુપેન્દ્ર પટેલ સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી આ પ્રમાણે સરકારી કચેરીઓ અને વિભાગોની સરપ્રાઈઝ વિઝીટ કરીને અધિકારીઓમાં ધાક બેસાડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એટલે કદાચ રાઘવજીભાઈને પણ તેમનાથી જ પ્રેરણા મળી હોય તેવું લાગી રહ્યું છે.