ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો રેલ વ્યવહાર આજથી ફરી એકવાર શરૂ થઈ ગયો છે. કોવિડ-19 રોગચાળાને કારણે બંને દેશો વચ્ચેની ટ્રેન સેવાઓ બે વર્ષ કરતાં વધુ સમયથી ખોરવાઈ ગઈ હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રેલ વ્યવહાર ફરી શરૂ કરવાનો એકમાત્ર હેતુ મુસાફરોની સુવિધાને સમાવવાનો છે. ત્યારે બંને દેશો વચ્ચે દોડતી બંધન એક્સપ્રેસ અને મૈત્રી એક્સપ્રેસની સેવા આજથી શરૂ થઈ ગઈ છે. બાંગ્લાદેશથી ભારતમાં આવતા મોટાભાગના પ્રવાસીઓ મુખ્યત્વે પ્રવાસન, તબીબી અને ખરીદી કરવાના હેતુથી આવતા હોય છે. જ્યારે બંને દેશો વચ્ચે દોડતી બંધન એક્સપ્રેસ (કોલકાતા-ખુલના-કોલકાતા) અને મૈત્રી એક્સપ્રેસ (કોલકાતા-ઢાકા-કોલકાતા) આજથી શરૂ થઈ ગઈ છે.
બંને ટ્રેનો ભારત-બાંગ્લાદેશ વચ્ચે દોડશે
પૂર્વ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારત અને બાંગ્લાદેશ બંને દેશના મુસાફરોની સુવિધા માટે કોલકાતા-ઢાકા-કોલકાતા મૈત્રી એક્સપ્રેસ અને કોલકાતા-ખુલના-કોલકાતા બંધન એક્સપ્રેસનું સંચાલન આજ થી ફરી શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત, વધુ વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, મિતાલી એક્સપ્રેસ, જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટ્રેન સેવા હશે. તે 1 જૂનથી ન્યૂ જલપાઈગુડીથી ઢાકા સુધી શરૂ કરવામાં આવશે. ત્યારે આ ટ્રેનની મુસાફરી કરવા મુસાફરોએ ટ્રેનોની ટિકિટ અગાઉથી બુક કરાઈ લીધી હતી.
પહેલા દિવસે આટલા મુસાફરોએ કરી મુસાફરી
બાંગ્લાદેશથી ભારત આવતા મોટાભાગના પ્રવાસીઓ મુખ્યત્વે પ્રવાસન, તબીબી અને ખરીદી કરવાના હેતથી આવતા હોય છે. જોકે, પ્રથમ દિવસે મુસાફરોની સંખ્યા ઘણી ઓછી હતી. બંધન એક્સપ્રેસમાં પહેલા દિવસે માત્ર 19 મુસાફરો હતા, જ્યારે મૈત્રી એક્સપ્રેસમાં માત્ર 100 મુસાફરો હતા.