ટ્રેન્ડિંગમનોરંજન

વિક્કી કૌશલ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી કૈટરિના કૈફઃ ફોટા વાઇરલ

Text To Speech

વિકી કૌશલ અને કેટરિના કૈફ નવા વર્ષમાં સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ શુક્રવારે સવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. વિકી કૌશલનાં મમ્મી વીણા કૌશલ પણ તેમની સાથે ગણપતિ ભગવાનના દર્શન માટે પહોંચ્યા હતા. વિકી અને કેટરિનાની સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વિક્કી કૌશલ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી કૈટરિના કૈફઃ ફોટા વાઇરલ hum dekhenge news

સિમ્પલ લુકે ફેન્સનું મન મોહી લીધું

થોડા દિવસ પહેલા જ વિક્કી અને કૈટરિના રાજસ્થાનમાં વેકેશન મનાવીને મુંબઇ પાછા ફર્યા છે. મંદિરમાં દર્શન કરવા પહોંચેલી કેટરિના કૈફ મેકઅપ વિના જોવા મળી હતી. તેણે ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે માથુ દુપટ્ટાથી ઢાંકી દીધુ હતુ. જ્યારે વિકી કૌશલે વ્હાઈટ રંગનું શર્ટ અને બેજ રંગનું પેન્ટ પહેર્યું હતું. વિક્કી કૌશલના માતા વિણા કૌશલે ગ્રે કલરનો શુટ પહેર્યો હતો અને તે કૈટરિનાની બાજુમાં જ જોવા મળી હતી. વિકી અને કેટરિના ભગવાન ગણેશની ભક્તિમાં લીન દેખાયા હતા. મંદિરના પૂજારીએ વિકી-કેટરિના અને વીણા કૌશલને ખાસ ખેસ અને મૂર્તિનું પોટ્રેટ ભેટમાં આપ્યું હતું.

વિક્કી કૌશલ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી કૈટરિના કૈફઃ ફોટા વાઇરલ hum dekhenge news

ક્રિસમસ વેકેશન માટે ગયા હતા રાજસ્થાન

ઉલ્લેખનીય છે કે, વિકી અને કેટરિના પરિવાર અને મિત્રો સાથે ક્રિસમસ મુંબઈમાં ઉજવી હતી. ત્યારબાદ કપલ ટૂંકા વેકેશન માટે રાજસ્થાન પહોંચ્યા હતા. નવા વર્ષના આગલા દિવસે તેઓ રાજસ્થાનથી પાછા આવ્યા હતા. હવે નવા વર્ષે વિકી અને કેટરિનાએ ભગવાન ગણેશજીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત અને મુંબઇના ઓનલાઇન સટ્ટો રમાડતાં બુકીઓ માટે સુરત “સ્વર્ગ” બન્યુ

Back to top button