અમદાવાદઉત્તર ગુજરાતએજ્યુકેશનટોપ ન્યૂઝ

વિદેશ જવાનું પડ્યું ભારે, યુવકે ગુમાવ્યા આટલા પૈસા

Text To Speech

હમણાં થોડા સમય અગાઉ જ હમ દેખેંગે ન્યુઝ ન્યૂઝ દ્વારા આ બાબતે એક લેખ લખવામાં આવ્યો હતો ત્યારે આજે મેહસાણામાં યુવકને વિદેશ જવાનું ભારે પડ્યું છે. મેહસાણા એક યુવકને વિદેશ મોકલવાનું કહીને 50 લાખ પડાવ્યા હતા બાદમાં વિદેશ ન મોકલતા એજન્ટે માત્ર 5 લાખ જ પરત કાર્ય ને બાકીના ચાઉં કરી ગયો.

આ પણ વાંચો :એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પુરુષે મહિલાના બ્લેન્કેટ પર પેશાબ કર્યો, સતત બીજી ઘટના

વિદેશ - Humdekhengenews

આજકાલ વિદેશ જવાનો ટ્રેન્ડ સમગ્ર ગુજરાતમાં અને એમાં પણ ઉત્તર ગુજરાતમાં અગ્રેસર છે ત્યારે માતા-પિતા પોતાન સંતાનને એનકેન પ્રકારે પણ વિદેશમાં સ્થાયી કરવા માટે અર્થાગ પ્રયત્નો કરતા હોય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હાલ આવા એક ડઝન થી વધારે નકલી એજન્ટો કાર્યરત છે જેમાં અત્યાર સુધી અનેક લોકો ભોળવાઈ ગયા અને કેટલાયના પૈસા ચાઉં કરી ગયા છે, પણ પુરાવાના અભાવે અમુક લોકો પર કાર્યવાહી થતી નથી હોતી. વિદેશ મોકલવાના ધંધમાં ગણી મોટી રકમ એવી લેવામાં આવે છે કે જેની કોઈ રસીદ કે પુરાવા હોતા નથી.

મળતી માહિતી મુજબ મહેસાણાના લીંચ ગામના દિનેશ પટેલે પોતાના દીકરાને વિદેશ મોકલવા બે ઇસમો જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ નામનાઓએ દિનેશભાઈને વિશ્વાસમાં લઇ તેમના દીકરા ને વિદેશ મોકલવાના નામે 50 લાખ પડાવ્યા હતા, પણ પોતાના દીકરાને વિદેશ નહિ મોકલતા તેમને આ ઇસમો જોડે પૈસા પરત માંગ્યા હતા.

વિદેશ - Humdekhengenews

આ પણ વાંચો :ખોટી ડિગ્રી પર નોકરી અને વિદેશ જવામાં સમગ્ર ગુજરાતમાં આ વિસ્તાર છે મોખરે !

દિનેશભાઈએ પૈસા પરત માંગતા આ ઇસમો દ્વારા માત્ર 5 લાખ જ પરત આપ્યા હતા, બાકીના 45 લાખ પરત નહિ મળતા દીનેશભાઈએ પોલીસનો સહારો લીધો અને 45 લાખની છેતરપીંડીની લાંગણજ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે, પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button