સુરતની બે હોટલમાં રૂમ ભાડે રાખી ઓનલાઇન સટ્ટો રમડતાં 5 લોકો ઝડપાયા છે. જેમાં ઓનલાઇન સટ્ટો રમાડતાં ગુજરાત અને મુંબઇના બુકીઓ માટે સુરતની હોટલ સેફ બની રહી છે. પાલની ફોર સિઝન હોટલ અને સચિનની રેસ્ટ ઝોન હોટેલમાં રૂમ ભાડે રાખી સટ્ટો રમાડતાં 5ને સુરત પોલીસ અને સી.આઇ.ડી. ક્રાઇમે દબોચ્યા હતા.
બંનેમાં મોબાઇલ ફોનમાં કુલ 1,62,804નો સટ્ટો રમાડ્યો
સી.આઇ.ડી. ક્રાઇમની ટીમે સુરત-નવસારી હાઇવે ઉપર સચિન પાસે આવેલી હોટલ રેસ્ટ ઝોનમાં રેડ કરી હતી. હોટલમાં રૂમ રાખી સટ્ટો રમાડતાં મૂળ વડોદરાના ડભોઇના વતની અને હાલ મુંબઇના દહીંસરમાં રહેતાં ભવ્ય ચૈતન્ય દવે અને વસઇ સોપરગામના રમઝાનઅલી ઇસામુદીન સૈયદને ઝડપી લીધા હતા. બંનેમાં મોબાઇલ ફોનમાં કુલ 1,62,804નો સટ્ટો રમાડ્યો હોવાના સૌદા મળી આવ્યા હતા. બંનેના મોબાઇલ ફોનમાંથી કુલ 17 આઇ.ડી. પાસવર્ડ મળી આવ્યા હતા. જેની ઉપર તેઓ ગ્રાહકોને સટ્ટો રમાડતા હતા. મુંબઇ મીરા રોડના બુકી આસિફ કાસીફ, રાજેંશ પાસપોર્ટ અને દહીંસરના કરણના ઇશારે આ નેટવર્ક ચલાવતા હોવાની કબૂલાતને પગલે ત્રણેયને વોન્ટેડ બતાવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરા: પોલીસે 14 દિવસમાં રૂ.13.58 લાખની ચાઇનીઝ સાથે 7 લોકોની અટકાયત કરી
બીગબેસ લીગની મેચ ઉપર સટ્ટો રમાડવાની એપ્લિકેશન મળી
સુરતની પ્રિવેન્શન ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલનપોરની કેનાલ વોક શોપર્સમાં 5મા માળે આવેલી ઓર સિઝન હોટેલમાં રૂમ નંબર 506,507માં દરોડા પાડ્યા હતા. જેમાં મહેસાણા અને પાટણના ત્રણ બુકીઓ ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યાની બાતમી વચ્ચે રેડ કરાઇ હતી. મહેસાણાના બુકી દીપક ગાંડાલાલ પ્રજાપતિ, સિદ્ધપુર પાટણનો કમલેશ ગોવિંદ અસરાણી અને ભાવિન અશ્વિન મોદીને પોલીસે ઝડપી લીધા હતા. તેમના મોબાઇલ ફોનમાંથી બીગબેસ લીગની મેચ ઉપર સટ્ટો રમાડવાની એપ્લિકેશન મળી આવી હતી.
આ પણ વાંચો: પતંગના દોરા પર સવાર થઇ યમદૂત ના આવે એ માટે આ સલામતી અનિવાર્ય
અમદાવાદના મનોજ સાંઇનાથ, પાલનપુરના ભાણો છાપી વોન્ટેડ
દરોામાં રોકડા 93,700 ઉપરાંત 77,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને બે લેપટોપ સહિત 2,10,900ની મતા કબજે કરી હતી. તેઓ મુંબઇનાં બુકી ધ્રુવેશ, અમદાવાદના મનોજ સાંઇનાથ, પાલનપુરના ભાણો છાપી અને સુરતના દીપુ સાથે સંકળાયેલા હોઇ તેમને પણ વોન્ટેડ જાહેર કરાયા હતા.