શ્રીલંકા સામે અક્ષર પટેલે તોડ્યો આ રેકોર્ડ : ધોની-જાડેજાને છોડ્યા પાછળ
શ્રીલંકાએ બીજી T20માં ભારતને 16 રને હરાવીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચમાં શ્રીલંકાએ ભારત સામે 207 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 57 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ સૂર્યાકુમાર યાદવે ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાથે મળીને ટીમ ઈન્ડિયાને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. આ બંને ખેલાડીઓએ શ્રીલંકાને જોરદાર ટક્કર આપી હતી. જે દરમ્યાન અક્ષર પટેલે 31 બોલમાં 65 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે ઘણા રેકોર્ડ તોડ્યાં હતા.
આ પણ વાંચો : IND vs SL: જસપ્રીત બુમરાહ શ્રીલંકા સામેની ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં જોડાયો, NCAમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો
He is dealing in SIXES @akshar2026 – 3 in a row! ???? ????
This is turning out to be a fine knock ???? ????
Follow the match ▶️ https://t.co/Fs33WcZ9ag #INDvSL pic.twitter.com/1zthloVmfA
— BCCI (@BCCI) January 5, 2023
ચોથી સૌથી ઝડપી ફિફ્ટી
મેદાન પર આવતાની સાથે જ અક્ષરે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આની સાથે જ અક્ષર T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો છે. ભારત માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે. તેણે 2007માં ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં અર્ધસદી ફટકારી હતી.
FIFTY for @akshar2026 – his first in T20Is ????????
A 20-ball half-century ⚡️ ⚡️
Follow the match ▶️ https://t.co/Fs33WcZ9ag #TeamIndia | #INDvSL pic.twitter.com/Pgiqm0SUe3
— BCCI (@BCCI) January 5, 2023
સાતમા નંબર પર બેટિંગ કરતા સૌથી મોટી ઇનિંગ્સ
T20માં સાતમા નંબર પર બેટિંગ કરતા અક્ષરની આ ઇનિંગ ભારત માટે સૌથી મોટી ઇનિંગ છે. આ પહેલા આ રેકોર્ડ રવિન્દ્ર જાડેજાના નામે હતો. તેણે અણનમ 44 રન બનાવ્યા હતા. આ સાથે જ દિનેશ કાર્તિક અણનમ 41 રન સાથે ત્રીજા અને પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની 38 રન સાથે ચોથા નંબર પર છે. એટલે કે અક્ષરે આ ઇનિંગ સાથે જાડેજા, કાર્તિક અને ધોની ત્રણેયને પાછળ છોડી દીધા.
અક્ષરે 65 રનની તોફાની ઇનિંગ રમી હતી
જ્યાં સુધી સૂર્યકુમાર અને અક્ષર ક્રિઝ પર હતા ત્યાં સુધી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતી લેશે. જોકે, સૂર્યકુમાર 16મી ઓવરમાં આઉટ થયો હતો અને છઠ્ઠી વિકેટ માટે 91 રનની ભાગીદારી તૂટી હતી. સૂર્યાએ પણ 36 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી.તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યા આઉટ થતાં જ ભારતીય દાવ પણ સમેટાઈ ગયો હતો. અક્ષર 31 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 65 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો હતો.
The match went down to the wire but it is Sri Lanka who won the second T20I by 16 runs.
Scorecard ▶️ https://t.co/Fs33WcZ9ag #TeamIndia | #INDvSL pic.twitter.com/YoE4hvgZoA
— BCCI (@BCCI) January 5, 2023
ભારત 16 રને મેચ હારી ગયું
અક્ષર અને સૂર્યકુમાર સિવાય માત્ર શિવમ માવી જ ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો. માવીએ 15 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ભારત આ મેચ 16 રને હારી ગયું હતું જો કે તે ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો નહોતો. ભારતીય ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 190 રન જ બનાવી શકી હતી. ભારત આ મેચ 16 રને હારી ગયું હતું. હવે ત્રીજી અને નિર્ણાયક મેચ શનિવારે રમાશે.