ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં મા અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતિ

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં લેખરાજ ચાર રસ્તા પાસે આવેલ માતાશેરી વિસ્તારમાં મા અંબા બહુચરના મંદિરે શાકમ્બરી નવરાત્રીની પૂર્ણાહુતી કરાઈ હતી.

મંદિરમાં 450 કિલો ઉંધીયું અને 71 કિલો શીરાની પ્રસાદનું આયોજન

જ્યારે મા જગતજનની જગદંબાના પ્રાગટ્ય પ્રસંગે 450 કિલો ઊંધિયું અને 71 કિલો શીરાના પ્રસાદનું ભાવિક ભક્તો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના પૂજારી કૌશિકભાઇ રાવલ દ્વારા આજ રોજ જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે પોષી પૂનમની ધામધૂમથી ઉજવવામાં આવી હતી.આ ધાર્મિક પ્રસંગે ભાવિક ભક્તોએ દર્શન તેમજ પ્રસાદનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લાભ લીધો હતો.

પ્રાગટ્ય દિવસ-humdekhengenews

જ્યારે ડીસા ના વેપારી હિતેશભાઈ ગોરધનદાસ હેરૂવાલા દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે માં અંબાના પ્રાગટ્ય દીને નિમિત્તે મોટી કેક કાપીને માં અંબા બહુચરના મંદિરે ભાવિકો ભક્તોને પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ મા અંબા બહુચરના પોષી પૂનમના દિવસને ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવીને દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે ડીસાના શાસ્ત્રી નગરના મોદી સમાજના મિત્રો મંડળના સભ્યો દ્વારા માતાજીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :ગુજરાત યુનિવર્સિટીના 71 મા દીક્ષાંત સમારોહમાં શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે કહી ખાસ વાત

Back to top button