શુ છે સાઈનસ ? સાઈનસએ શ્વસનમાર્ગ સબંધિત સમસ્યા છે. જેમાં શ્વસનમાર્ગમાં સોજો અને કફ આવવાની ફરીયાદ હોય છે.

શું જમવું જોઈએ ? સવારે ખાલી પેટ એક કપ ગ્રીન ટી કે હર્બલ ટી, અડધી મુઠ્ઠી બદામ કે અખરોટ ખાવાનું શરુ કરો

નાસ્તો વેજ દલિયા કે વેજ પૌંઆ અથવા અડધી વાટકી દાળ કે બે રોટલી અથવા ઈંડાની સફેદ જરદી લઈ શકાય.

બ્રંચ  એક વાટકી ફ્રુટ સલાડ કે એક ગ્લાસ નારીયેળ પાણી અથવા એક કપ ગ્રીન ટી કે હર્બલ ટી લઈ શકાય

લંચ   એક વાટકી સાબુદાણાની ખીચડી કે શાક અને દાળની સાથે બે રોટલી અથવા શાકની સાથે બ્રાઉન રાઈઝ અને સલાડ

સ્નેક્સ એક વાટકી સ્પ્રાઉટ્સ કે ફ્રાઈ મખના સાથે એક કપ કપ ગ્રીન ટી કે હર્બલ ટી અને એક વાટકી સલાડ

ડિનર સાઈનસની સમસ્યાથી છુટકારો મેળવા એક વાટકી શાક, અડધી વાટકી દાળ, એક વાટકી બ્રાઉન રાઈઝ અને બે રોટલી.