પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી, અમેરિકા, આફ્રિકા અને ભારતના કુલ 46 યુવકો લેશે દીક્ષા
પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં વિવિધ દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પ્રમુખ સ્વામી નગરમાં દીક્ષા દિવસની ઉજવણી કરવામાં આવશે. આજે જે પણ ભક્તો દીક્ષા લેવા ઈચ્છે છે તેમને બીએપીએસ સંસ્થાના વડા દ્વારા દીક્ષા આપવામાં આવશે.
ભારત સહિત વિવિધ દેશોમાંથી 46 યુવકો દિક્ષા લેશે
અમદાવાદમાં પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં દીક્ષા દિનની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત વિવિધ દેશોમાંથી કુલ 46 યુવકોને બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરાવવામાં આવશે.
વિવિધ મહાનુભવોની હાજરીમાં દીક્ષા ગ્રહણ
આજે પ્રમુખ સ્વામી નગરના નારાયણ સભાગૃહમાં આ દીક્ષા દિનની ઉજવણી કરવામા આવશે. આ પ્રસંગે મંહત સ્વામી તેમજ બીએપીએસના વડીલ સંતો વિશેષ ઉપસ્થિત રહેશે. તેમજ દીક્ષા ગ્રહણ કરનારા યુવકોના પરિવારજનો અને સ્નેહીજનો સહિતના હજારો હરિભક્તો પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : શતાબ્દી મહોત્સવ : બાપાના અથાગ પ્રયત્નોથી સેંકડો મહિલાઓ બની નિર્ભય, આત્મનિર્ભર અને પરિવારના સુખાકારીની આધારશિલા
ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવકોનું દીક્ષા ગ્રહણ
આજના આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે બતાવેલા માર્ગે ચાલવા અને પોતાનું સંપૂર્ણ જીવન સંસ્થાના નામે કરવા માટે દીક્ષા ગ્રહણ કરતા આ 46 યુવકો કોઈ સામાન્ય નહી પરંતું ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવકો છે. આ યુવકો અમેરિકા, આફ્રિકા અને ભારતના છે. અને તેઓએ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. ખુબ સારો અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલ યુવાનો પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દીએ દીક્ષા ગ્રહણ કરીને ખુબ ધન્યતા અનુભવી રહ્યા છે.
આ પણ વાંચો : પ્રમુખ સ્વામી મહારાજની એક હાંકલમાં હજારો સ્વયંસેવકોની ફૌજ સેવા માટે ખડેપગે રહેતી