ગુજરાતટોપ ન્યૂઝ

ચાઇનીઝ દોરીની ફુલ ડિમાન્ડ, આ રીતે ફેક એકાઉન્ટથી ચાલી રહ્યો છે ધંધો

Text To Speech

ઉતરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસતંત્ર અને સરકારીતંત્ર પણ સતત ચાઇનીઝ દોરીના વેચાણ કરતા માફિયાઓ પર તવાઈ કરી રહ્યું છે. વડોદરા અને અન્ય શહેરોમાં આ મોતની દોરીથી કેટલાકના જીવ ગયા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવીને ગુજરાત રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર દરોડા પાડીને કેટલાક ચાઇનીઝ દોરીના માફિયાઓની ધરપકડ કરી રહી છે. ત્યારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓએ હવે નવો રસ્તો અપનાયો છે. સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવીને આ મોતની દોરીનો ધંધો કરી રહ્યા છે.

આ પણ વાંચો : BRTS કોરિડોરમાં ભૂલથી પણ ન ચલાવતા વાહન, પોલીસ કરી રહી છે કડક કાર્યવાહી !

ચાઇનીઝ દોરી - Humdekhengenews
પતંગ રસિયાઓમાં ચાઈનીઝ દોરીની ડિમાન્ડ

ફેક એકાઉન્ટ બનાવીને ધંધો કરતા આ મોતની દોરીના માફિયાઓએ હવે પોલીસ ને ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે ત્યારે હવે પોલીસ માટે પણ આવા લોકોને પકડવા પડકારરૂપ સાબિત થઇ રહ્યું છે. છેલ્લા થોડાક દિવસોમાં પોલીસને આ માફીયાઓને પકડવામાં ખાસી એવી સફળતા મળી છે, છતાં પણ પોલીસનો જાણે ડર જ ના હોય એમ આ માફિયાઓએ પોતાનો ધંધો કરવા કોઈને કોઈ નવી રીત શોધી કાઢી ધંધો યથાવત રાખ્યો છે.

આ પણ વાંચો : આંતકવાદી સંગઠન TRF ઉપર પ્રતિબંધ મુકતું કેન્દ્રસરકાર, નોટિફિકેશન બહાર પાડ્યું

ચાઇનીઝ દોરી - Humdekhengenews

અત્યાર સુધી પોલીસ દ્વારા આણંદ અને ખેડા જીલ્લા સહીત અન્ય જિલ્લાઓમાંથી 14 થી 15 હાજર જેટલી ફીરકીઓ અને અન્ય ચાઇનીઝ દોરીના રેલીયા કબજે કર્યા છે. આ ધંધામાં મુખ્યત્વે આજકાલના યુવા છોકરાઓ પણ આમાં થોડા પૈસાની લાલચમાં આ ધંધો કરી રહ્યા છે. એક-બે મહિના અગાઉથી જ આ લોકોએ ચાઇનીઝ દોરીનો સ્ટોક અને ગ્રાહકો પણ નક્કી કરી રાખ્યા હતા એટલે હવે પોલીસ માટે આ પડકારને પહોચી વળવા ઉતરાયણ પર ધાબે ધાબે ફરતી દેખાય તો નવાઈ નહિ.

Back to top button