BRTS કોરિડોરમાં ભૂલથી પણ ન ચલાવતા વાહન, પોલીસ કરી રહી છે કડક કાર્યવાહી !
લાંબા સમયથી BRTS કોરિડોરમાં વાહન ચલાવતા હોવાની ફરિયાદો આવી રહી હતી. જેમાં હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને BRTSની સયુક્ત ટીમ દ્વારા એક મોટા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જો BRTSની સયુક્ત ટીમ દ્વારા એક મોટા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદમાં લાંબા સમયથી BRTS કોરિડોરમાં વાહન ચલાવતા હોવાની ફરિયાદો પર આખરે પોલીસ વિભાગ એક્ટિવ થયું છે. જેમાં આ વાહનોને કારણે ઘણી વખત BRTS બસો ને પણ અગવડતા પડતી હોય છે. આ માટે હવે ટ્રાફિક પોલીસ અને BRTS ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરીજનોની સુવિધા માટે BRTS બસોની સરળતા માટે જ આ સ્પેશિયલ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તેમ છતાપણ અમદાવાદના લોકો આ BRTS રોડને પોતાનો રોડ સમજીને વાહનો ચાલવતા હતા.
હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને BRTS ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં શહેરના જુદા-જુદા BRTS રોડ પર વાહન ચલાવનારા પર ટ્રાફિક પોલીસ અને BRTS ટીમ દ્વારા મોટા કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરમાં જુદા જુદા BRTSના રોડ પર વાહન ચલાવનારના 190 જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં વાહન ચાલકો પાસેથી કુલ રુપિયા 89 હજાર કરતા પણ વધારે દંડ વસુલ્યો હતો.
આ ઉપરાંત લોકોને પણ અપીલ કરીને જણાવી રહ્યું છે કે BRTS અને ટ્રાફિક પોલીસની ટીમ BRTS કોરિડોરમાં વાહન ચલાવવા નહીં. જેથી લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય. હાલમાં મેમકો ચાર રસ્તાથી નરોડા રોડ વિસ્તાર સુધીમાં BRTS અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં BRTS રોડ પર વાહનો ચલાવતાં કુલ 190 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આજથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ