રાજ્યના ધોરણ-12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની સાથે પરીક્ષાઓના ભણકારા શરૂ થઈ રહ્યા છે. આજથી ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટનું ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આગામી 14મી માર્ચથી શરૂ થવાની છે, જેના સાથે જ ડિગ્રી, ફાર્મસી તેમજ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ (ગુજકેટ) આપવી ફરજિયાત હોય છે. જેના ફોર્મ આજથી ભરાશે.
આ પણ વાંચો : જાહેરમાં વિરોધ કરનાર સામે હવે ગુજરાત સરકારની લાલ આંખ, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ થયું મંજૂર
ગુજરાતમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આગળ એન્જિનિયરિંગ તેમજ ફાર્મસીના ઉચ્ચ અભ્યાસ માટે ગુજકેટ પરીક્ષા ફરજીયાત છે. આજથી 20 જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે અને આ માટે 350 રૂપિયા ફી ચુકવવાની રહેશે. જેને પણ ઓનલાઈન ચુકવવાની રહેશે. જો ઓનલાઈન ફોર્મ ભરતા સમયે નામ કે અન્ય વિગતમાં ભૂલ હશે તો તે વિદ્યાર્થીને પરીક્ષામાં બેસવા નહીં મળે અને તે વિદ્યાર્થીઓનું આખુ એક વર્ષ પણ બગડી શકે છે.
આ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકાશે
ગુજરાત કોમન ટેસ્ટ માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત થશે. વિદ્યાર્થીઓ બોર્ડની ઓફિસીયલ વેબસાઈટ https://gujcet.gseb.org પરથી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ઓનલાઈન ફોર્મ ભરતા સમયે વેબસાઈટ પર આપેલી સુચના બરોબર વાંચીને પછી જ ફોર્મ ભરવાની શરુઆત કરવી જેથી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં મુશકેલી ન પડે.
શું રાખશો કાળજી
ગુજેક્ટની પરીક્ષા માટેનું ફોર્મ ખૂબ જ સાવચેતી પુર્વક ભરવુ જોઈએ. ફોર્મ ભરતી વખતે એક પણ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓએ ખાસ તેમનું નામ અને તેની અટકમાં ધ્યાન રાખવું જોઈએ. ખુબ જ સ્લો ઈન્ટરનેટ તેમજ સર્વર ડાઉન હોય ત્યારે ઓનલાઈન ફોર્મ ના ભરવું કારણકે તે સમયે અધૂરી વિગત સાથે ફોર્મ ભરાવાની શક્યતા વધી જશે અને ફોર્મ રદ્ પણ થઈ શકે છે. આ ઉપરાંત જે તે સાઈઝનો ફોટો અને સાઈન અપલોડ કરવામાં પણ ઘણી મુશકેલી આવે છે માટે ઝડપી ઈન્ટરનેટની સ્પીડ અને સર્વર બરોબર ચાલતું હોય ત્યારે જ ઓનલાઈન ફોર્મ ભરવું જેથી ફોર્મ ભરતા સમચે મુશ્કેલી ન થાય. આ ઉપરાંત મોબાઈલથી ફોર્મ ભરવાનું ટાળવું અને કમ્પ્યુટર અથવા લેપટોપથી જ ઓનલાઈન ફોર્મ ભરવુ જોઈએ.
આ પણ વાંચો : ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12 ની પરીક્ષા 14 માર્ચથી થશે શરૂ, કાર્યક્રમ જાહેર