ટોપ ન્યૂઝવર્લ્ડ

યુક્રેન ઉપર કાલથી બે દિવસ સુધી કોઈ હુમલાઓ નહીં કરે રશિયા, રાષ્ટ્રપતિ પુતિનની જાહેરાત

Text To Speech

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં બે દિવસીય યુદ્ધવિરામનો આદેશ આપ્યો હતો. પુતિને આવતીકાલથી બે દિવસીય યુદ્ધવિરામનો આદેશ આપ્યો છે. આ યુદ્ધવિરામ 6 અને 7 જાન્યુઆરીએ લાગુ થશે. પુતિને કરેલા આદેશની વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહી છે ત્યારે તેમના આ નિર્ણયની વિશ્વભરે પ્રશંસા કરી છે.

શા માટે આ પ્રકારનો આદેશ કરાયો ?

મળતી માહિતી મુજબ પુતિને યુક્રેન સાથે 36 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઓર્થોડોક્સ ક્રિસમસને ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કરવામાં આવ્યો છે. ખરેખર, રશિયાના ઓર્થોડોક્સ ચર્ચના વડા દ્વારા પુતિનને અપીલ કરવામાં આવી હતી. આ પછી જ પુતિને આ જાહેરાત કરી છે.જો કે યુક્રેને તેને છેતરપિંડી ગણાવી છે. ક્રેમલિન તરફથી કહેવામાં આવ્યું છે કે પુતિને 36 કલાકના યુદ્ધવિરામનો આદેશ આપ્યો છે. યુદ્ધવિરામ 6 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. રશિયા અને યુક્રેનમાં રહેતો એક મોટો વર્ગ 6-7 જાન્યુઆરીએ નાતાલની ઉજવણી કરે છે.

વિશ્વના અનેક દેશોએ કરી છે યુદ્ધ વિરામની અપીલ

રશિયાએ 24 ફેબ્રુઆરીએ તેના પાડોશી દેશ યુક્રેન પર હુમલો કર્યો હતો. લગભગ 10 મહિનામાં આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે. લાખો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. ભારત સહિત ઘણા દેશોએ રશિયા અને યુક્રેન બંનેને વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવાની અપીલ કરી છે.

Back to top button