શાહરૂખની ‘પઠાણ’ પર સેન્સર બોર્ડની કાતર, ફિલ્મને મળ્યું U/A સર્ટિફિકેટ, ‘બેશરમ રંગ’માં પણ ફેરફાર
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ટીઝર સામે આવ્યા બાદ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ફસાયેલી જોવા મળી રહી છે. હવે શાહરુખની ‘પઠાણ’ પર સેન્સર બોર્ડની કાતર ચાલી ગઈ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCએ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’માં ઘણા ફેરફારો સૂચવ્યા છે, હવે ગીતોમાંના કેટલાક સંવાદો અને કેટલાક દ્રશ્યો દૂર કરવામાં આવશે.
શાહરૂખ અને દીપિકા પાદુકોણની આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ ભારે વિવાદોમાં ફસાઈ ગઈ હતી. સેસેન્સર બોર્ડે ‘પઠાણ’માં ઘણા ફેરફારો સૂચવ્યા હતા. આ આખો વિવાદ ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’થી શરૂ થયો હતો, તેથી આ ગીતમાં પણ ફેરફાર છે. ડાયલોગમાં ફેરફારથી માંડીને કેટલાંક દ્રશ્યોના સેન્સરિંગ સુધી, CBFCએ ‘પઠાણ’માં 10થી વધુ કટ કરવાની વાત કરી હતી.
દીપિકા પાદુકોણનો ડાન્સ સીન પણ બદલાયો
શાહરૂખ અને દીપિકાના ગીત ‘બેશરમ રંગ’માં દીપિકાની બિકીનીને લઈને ઘણો હોબાળો થયો હતો. દીપિકાના બટ્સના શોર્ટ્સને ‘સાઇડ પોઝ’ સાથે બદલવામાં આવ્યા છે. આ સિવાય ‘બહુત તંગ કિયા’ ગીતના લિરિક્સમાંથી પણ સેન્સ્યુઅલ ડાન્સને કટ કરવામાં આવ્યો છે. અને અન્ય શોર્ટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલમાં, દીપિકાની વિવાદાસ્પદ બિકીની અંગે સેન્સર દ્વારા શું ફેરફારો કરવામાં આવ્યા છે તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
‘પઠાણ’ને U/A સર્ટિફિકેટ
સીબીએફસીના ચેરપર્સન પ્રસૂન જોશીએ ફિલ્મના કટ વિશે વાત કરતા કહ્યું હતું કે, “મારે પુનરાવર્તિત કરવાની જરૂર નથી કે અમારી સંસ્કૃતિ અને વિશ્વાસ ભવ્ય, જટિલ અને સૂક્ષ્મ છે. મેં અગાઉ કહ્યું તેમ સર્જકો અને દર્શકો વચ્ચે વિશ્વાસ જાળવવો ખૂબ જ જરૂરી છે અને સર્જકોએ હંમેશા આ દિશામાં કામ કરવું જોઈએ. આ કટ પછી, ‘પઠાણ’ને U/A સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની છે.