ટ્રેન્ડિંગધર્મ

આઠ દિવસ પછી મંગળ બદલે છે ચાલઃ શું તમારી રાશિને મળશે ભાગ્યનો સાથ

Text To Speech

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ અને નક્ષત્રનું વક્રી અને ગોચર સૌથી મોટી ઘટના માનવામાં આવે છે. જેનો પ્રભાવ માનવ જીવન સાથે દેશ દુનિયા પર પણ પડે છે. મંગળને બહુ ઉર્જાવાન અને ઇચ્છાશક્તિ વાળો ગ્રહ માનવામાં આવે છે. સાથે મંગળ ગ્રહને આક્રમકતા અને ઉત્સાહ સાથે જોડાયેલો ગ્રહ પણ માનવામાં આવે છે. મજબુત મંગળ તમારા પરાક્રમને વધારે છે. તમારા માટે શુભદાયક અને ફળદાયક હોય છે.

જો મંગળ નબળો હોય તો તે તમને ઘમંડી બનાવી દે છે.  13 જાન્યુઆરી 2023ના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ વૃષભ રાશિમાં માર્ગી થશે.વૃષભ રાશિમાં મંગળનું માર્ગી થવુ આર્થિક દ્રષ્ટિ, આરોગ્ય, ઉર્જા માટે બહુ મહત્ત્વનું માનવામાં આવે છે. જેનો પ્રભાવ આમ તો 12 રાશિઓ પર પડશે. મંગળના માર્ગી હોવાથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઇ જશે.

આઠ દિવસ પછી મંગળ બદલે છે ચાલઃ શું તમારી રાશિને મળશે ભાગ્યનો સાથ hum dekhenge news

કર્ક

કર્ક રાશિના જાતકોને બિઝનેસમાં લાભ થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. આવક વધશે. સમાજમાં માન સન્માન વધશે. શેરબજારમાં પણ લાભ થશે. વ્યવસાયમાં પણ લાભ થશે. રુપિયાની બાબતમાં થોડા સાવધાન રહેવાની જરૂર છે. ખોટી ઉધારીથી દુર રહેજો. ઠગોથી સાવધ રહેજો. પરિવાર સાથે સંબંધો સુધરશે.

કન્યા

કન્યા રાશિના નવમ ભાવમાં મંગળ માર્ગી થવા જઇ રહ્યો છે. તેથી આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. કન્યા રાશિના લોકોને વિદેશ યાત્રાનો યોગ છે. આ સમયે તમને કિસ્મતનો સાથ પ્રાપ્ત થશે. તમે તમારા કામમાં સફળતા મેળવશો. રોકાણ કરવા માટે પણ સારો સમય છે.

મકર

મકર રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં બઢતી મળશે. મંગળ માર્ગી હોવાથી બિઝનેસમાં લાભ થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. માનસિક અને શારિરીક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. પરિવારનો સહયોગ મળશે.

કુંભ

કુંભ રાશિના જાતકોને વ્યવસાયિક જીવનમાં ઓળખ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. જવાબદારીઓ સંભાળવા માટે સૌથી આગળ આવશે. જમીન મકાનના સોદા ફાયદાકારક રહેશે. પરિવારજનોના આરોગ્યનું ધ્યાન રાખવુ પડશે. વૈવાહિક જીવનમાં ચાલતી પરેશાનીઓ ખતમ થશે.

આ પણ વાંચોઃ પોષી પુનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસઃ મનની શાંતિ મેળવવા આટલુ કરો

Back to top button