ટોપ ન્યૂઝનેશનલ

વિદેશથી ભારતમાં આવતા મુસાફરોમાં ઓમિક્રોનના 11 પ્રકારના વેરિયન્ટ, 124 પોઝિટીવ નિકળ્યા

Text To Speech

કોરોના વાયરસ ચીન સહિત કેટલાક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ભારત સરકાર પણ કોરોનાને લઈને એલર્ટ બની ગયું છે. ભારતમાં બહારના દેશથી આવતા તમામને ફરજીયાત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે દેશના અલગ અલગ એરપોર્ટ પર બહારના દેશથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટમાં કુલ 11 પ્રકારના વેરિયન્ટ મળી આવ્યાં છે.

11 પ્રકારના વેરિયન્ટ મળી આવ્યાં

દેશના અલગ અલગ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરતા આ પ્રવાસીઓમાંથી કુલ 11 પ્રકારના વેરિયન્ટ મળી આવ્યાં છે. કેન્દ્ર સરકારના એરપોર્ટ પર ઈન્ટરનેશનલ પ્રવાસીઓના કોરોના ટેસ્ટના નિર્ણયને કારણે ભારતમાં આ 11 પ્રકારના વેરિયન્ટની ખતરો ટળ્યો છે. ઈન્ટરનેશનલ પ્રવાસીઓના ટેસ્ટિંગમાં કોરોનાના 11 વેરિયન્ટ મળી આવતા તંત્ર એલર્ટ બન્યું છે.

ઈન્ટરનેશનલ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ-humdekhengenews

19,227માંથી 124 પોઝિટીવ નીકળ્યાં

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ 24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટિંગમાં 124 ઈન્ટરનેશનલ પ્રવાસીઓના કોરોના પોઝિટીવ રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા.

જાણો ક્યા વેરિયન્ટ મળી આવ્યા

24 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી વિદેશથી આવેલા કુલ 19,227 પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમાંથી 124 કોરોના પોઝિટીવ આવ્યા હતા. આ 124 પોઝિટવ સેમ્પલમાંથી 40 ના જીનોમ સિક્વન્સિંગ રિઝલ્ટ મળ્યાં છે. જેમાંથી 14 સેમ્પલમાં XBB.1 સહિત XBB અને એક સેમ્પલમાં BF 7.4.1 વેરિયન્ટ મળી આવ્યો છે. આ નવો વેરિયન્ટને ભારતમાં આવતો અટકી જતા હાલ પુરતી ચિંતા ટળી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ નાગરિકોને કરી અપીલ

ભારતમાં કોરોનાના કેસોને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે ” બિનજરૂરી રીતે ગભરાશો નહીં પરંતુ સજાગ રહેવા વિનંતી છે, સરકાર દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરો અને કોવિડ સંબંધિત ભ્રામક અહેવાલોથી દૂર રહો”

આ પણ વાંચો : Amazon કંપની તેના હજારો કર્મચારીઓને આપી શકે છે મોટો ઝટકો, ફરી એકવાર છટણીનો ડર

Back to top button