ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

ડીસામાં ધોળા દિવસે છરા સાથે ઘુસેલા લૂંટારાઓએ તબીબના ઘરે કરી લૂંટ

Text To Speech

પાલનપુર : ડીસામાં દીન દહાડે છરા સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ એક ડોક્ટરના ઘરમાં ઘૂસી લૂંટ આચરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ડીસા ઉત્તર પોલીસ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટ કરી ફરાર થઇ જનાર અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે.

ડીસામાં ધોળા દિવસે લૂંટ - Humdekhengenews

ગાયત્રી મંદિર વિસ્તારમાં ડો. તપન ગાંધીની હોસ્પિટલમાં બે શખ્સો ધસી આવી લૂંટ કરી

આ અંગે ની વિગત એવી છે કે, ડીસામાં ગાયત્રી મંદિર સામે ડો. તપન ગાંધી ની આકાશ ગાયનેક હોસ્પિટલ આવેલી છે.જ્યાં નીચે તેમની હોસ્પિટલ છે અને ઉપરના માળે તેઓ પરિવાર સાથે રહે છે.આજે સવારે 11 વાગ્યાની આસપાસ ડોક્ટર હોસ્પિટલમાં દર્દીઓની તપાસ કરી રહ્યા હતા. તે સમયે તેમની હોસ્પિટલમાં કામ કરતી મહિલાએ મોબાઈલ ફોન કરીને ઉપરના ઘરમાં કોઈક છે. તેમ જણાવતા ડોક્ટર સ્ટાફ ના કેટલાક માણસો સાથે ઉપર ઘરે ગયા હતા અને દરવાજો ખુલતા જ છરા સાથે ઘરમાં ઘુસેલા અજાણ્યા બે શખ્સોએ ડોક્ટર પાસેથી બે મોબાઈલ પડાવી લીધા, તેમ જ પૈસા ક્યાં છે તેવું પુછતા ડોક્ટરે બંને શખ્સોએ ધક્કો મારતા ડોકટરે બૂમાબૂમ કરતા નીચેથી સ્ટાફના અન્ય માણસો દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : ડીસામાં કાતિલ ઠંડીનું મોજુ : સફેદ ચાદર પથરાઈ

ડીસામાં ધોળા દિવસે લૂંટ - Humdekhengenews

જો કે તે સમયે અજાણ્યા શખ્સોએ ડોક્ટર પાસેથી મોબાઇલની લૂંટ આચરી ત્યાંથી નાસી ગયા હતા .આ સમગ્ર ઘટના અંગે ડીસા ઉત્તર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલે આવી પહોંચી હતી. હોસ્પિટલના તેમજ આજુબાજુના સીસીટીવીની તપાસ કરી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી છે .

Back to top button