ગુજરાતટોપ ન્યૂઝ

ઉત્તરાયણનો તહેવાર મોતનો પૈગામ ન બને એ જરૂરી

ઉત્તરાયણનો તહેવાર મોતનો પૈગામ ન બને એ જરૂરી છે. જેમાં પતંગ બજારમાં ભીડ જામતા ચક્કાજામ જોવા મળ્યો છે. સાધન-સામગ્રીના ભાવ વધતા પતંગ રસિયાઓ નારાજ થયા છે. પોલીસ દ્વારા દ્વીચક્રી વાહન ચાલકોએ દોરાથી બચવા ગળે મફલર બાંધી સ્પિડ ઓછી રાખવા અનુરોધ છે.

આ પણ વાંચો: ઉત્તરાયણ પછી શુભાશુભ યોગ બનશે પણ, આ રાશીમાં નાની-મોટી અસર વર્તાશે

ચાઇનાના દોરા સહિતની સામગ્રી પર પ્રતિબંધ

દરમિયાનમાં સિનીયર સિટીજન્સે એવો આક્રોશ ઠાલવ્યો હતો કે ચાઇનાના દોરા સહિતની સામગ્રી પર પ્રતિબંધ હોવા છતા શા માટે બજારમાં વેચાય છે ? જ્યારે બીજીબાજુ જાહેરમાર્ગ પર પતંગ ઉડાડતા કે કપાયેલી પતંગ પકડવા આડેધડ દોડા-દોડી કરતા વ્યક્તિઓ સામે પણ આકરા પગલા ભરાવા જોઇએ. જે સાથે દ્વીચક્રી વાહન ચાલકોએ પણ દોરાથી બચવા ગળા પર મફલર કે અન્ય મજબુત કાપડનું આવરણ લપેટવા સહિત ટુ-વ્હિલર ફાસ્ટ ન ચલાવવા અનુરોધ કર્યો છે. માનવો-પંખીઓ માટે ઘાતક ગણાતા સુતેલા દોરા પર પણ આંશિક પ્રતિબંધ જરૂરી હોવાનો સૂર ઉઠયો છે.

આ પણ વાંચો: આક્રોશ વચ્ચે શ્રધ્ધા અકબંધ, 1 હજારથી વધુ જૈનો સમેત શિખરની યાત્રાએ 

સાધન-સામગ્રીનો ભાવ આ વર્ષે 15થી 20 ટકા વધ્યો

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસનો બાકી છે. ઉત્તરાયણ પૂર્વે પતંગ બજારમાં શહેર-જિલ્લાના ગ્રાહકોની ભીડ જામવા માંડી છે. પતંગોત્સવ માટેની તમામ સાધન-સામગ્રીનો ભાવ આ વર્ષે 15થી 20 ટકા વધ્યો હોવા છતા ઉત્સાહમાં ઓટ વર્તાતી નથી. શહેરના ચૌરે-ચોટે ઉત્તરપ્રદેશના બરેલી, લખનૌ, રાજસ્થાનના જયપુર, સુરત સહિતના વિસ્તારોના કારીગરોએ રીલ સુતવાનો-પાવાનો ધંધો પખવાડિયા પૂર્વેથી શરુ કરી દીધો છે. તેઓને મદદ કરવા આજવા નજીકના રામેસરા, ભરૂચના ભેંસાણ, સુરત સહિત અન્ય વિસ્તારોના કારીગરો રાઉન્ડ ધી ક્લોક મહેનત કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: 144 કલમ લાગેલી હશે અને કોઇ ઈન્ટનેટ વાપરશે તો પોલીસ ગુન્હો દાખલ કરશે

કારીગરોની નામના-ગુડવિલને આધારે રૂ.200થી 500 વચ્ચે ભાવ

આ વર્ષે 5000 વારની રીલ સુતવાનો ભાવ (દોરો માંજનારા) કારીગરોની નામના-ગુડવિલને આધારે રૂ.200થી 500 વચ્ચે ભાવ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દોરો સુતવા કાચનો પાવડર, સરસ, ફેવિકોલ, લાબડું, ભાત, રસાયણિક કલર સહિતના દ્રવ્યો(ડખલીયું-લુદ્દી)નો ઉપયોગ જારી છે. અલબત્ત, તલવારની ધાર જેવા તિક્ષ્ણ દોરાએ શહેરના આશાસ્પદ બે યુવાનોની જીંદગી હણી લેતા નગરમાં શોકની કાલિમા વ્યાપેલી છે.

Back to top button