સ્પોર્ટસ

ફરી એક વાર ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ જોવા થઈ જાવ તૈયાર, એશિયા કપની તારીખો થઈ જાહેર

Text To Speech

એશિયા કપ 2023 શેડ્યૂલ: BCCI પ્રમુખ જય શાહે ક્રિકેટ કેલેન્ડર શેર કર્યું છે. જેમાં એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે.

આ પણ વાંચો : અમદાવાદમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ, આલ્ફા મોલ કરી તોડફોડ

એશિયા કપ 2023ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. એશિયા કપ 2023 માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ જય શાહે ગુરુવારે વર્ષ 2023- 24નું ક્રિકેટ કેલેન્ડર શેર કર્યું છે. તેમાં મેચોનું શિડ્યુલ આપવામાં આવ્યું છે. આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે અને તેનું આયોજન સપ્ટેમ્બરમાં થશે.

આ પણ વાંચો : ગુજરાત: 144 કલમ લાગેલી હશે અને કોઇ ઈન્ટનેટ વાપરશે તો પોલીસ પકડશે

વાસ્તવમાં આ વખતે એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે છે. પરંતુ બીસીસીઆઈ પ્રમુખ જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યા છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. એવા અહેવાલો હતા કે, ટુર્નામેન્ટનું આયોજન નિશ્ચિત સ્થળે થઈ શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

ક્રિકેટ કેલેન્ડરમાં જોઈ શકાય છે કે આ વખતે ODI એશિયા કપ સપ્ટેમ્બરમાં યોજાશે. તેના એક ગ્રુપમાં ભારત, પાકિસ્તાનની સાથે ક્વોલિફાયર 1 ની ટીમ હશે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે. આમાં કુલ 13 મેચ રમાશે. જેમાં એશિયા કપમાં કુલ 6 મેચ રમાશે જે સુપર-4 માટે રમાશે. આ પછી ડિસેમ્બરમાં મેન્સ અંડર 19 એશિયા કપનું પણ આયોજન કરવામાં આવશે.

શેડ્યૂલ શેર કરતાં, જય શાહે લખ્યું, “વર્ષ 2023 અને 2024 માટે ACCનું પાથવે સ્ટ્રક્ચર અને ક્રિકેટ કેલેન્ડર અહીં પ્રસ્તુત કરુ છું. આ રમતને નવી ઉંચાઈઓ પર લઈ જવાના અમારા પ્રયત્નો અને જુસ્સો દર્શાવે છે.

Back to top button