ફ્લાવર શો અને અટલ બ્રિજથી AMCને પાંચ દિવસમાં આટલા લાખની થઈ આવક, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
AMC દ્વારા અમદાવાદવાસીઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન થતુ હોય છે. ત્યારે હાલમાં જ AMC દ્વારા અમદાવાદવાસીઓ માટે કાંકરિયા કાર્નિવલ બાદ ‘ફ્લાવર શો’નું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે આ ફ્લાવર શોનું આયોજન કરાતા અહી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે AMCને પાંચ જ દિવસમાં લાખોની આવક થઈ છે.
AMCને પાંચ દિવસમાં 65 લાખની આવક
ફ્લાવરશો-અટલબ્રીજ પેટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની પાંચ દિવસની 65 લાખ આવક થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમા ફલાવરશો અને અટલબ્રિજના કારણે સારો એવો વધારો થયો છે. પાંચ દિવસમા રૂપિયા 65 લાખની આવક આ બંને કાર્યક્રમોને કારણે થયો છે. લોકોની ભારે ભીડ જમા થવાના સમયે, થોડા સમય માટે અટલબ્રિજ બંધ કરવામા આવી રહયો છે. અમદાવાદની ઘણી બધી ખાસીયાતો છે અને અમદાવાદમાં હર વર્ષે અનેક ઉત્સવો અને વિવિધ શો, કાર્નિવલનું આયોજન જનતા માટે કરવામાં આવતું હોય છે અને દરેક વર્ષે આ બધા ઉત્સવોમાં સહેલાણીઓની સંખ્યામાં સતત વધારો થતો રહયો છે, તેમ આ વર્ષે પણ લોકો આનંદ ઉત્સાહ સાથે લોકો ફ્લાવરશો નિહાળવા આવી રહ્યા છે. ગુજરાતના વિવિધ જીલ્લાના લોકો પણ આ ફ્લાવરશો નિહાળવા માટે આવી રહ્યા છે.
ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાતે લોકો ઉમટ્યાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનતા માટે 31 ડિસેમ્બરથી શહેરના સાબરમતી રીવરફ્રન્ટ પર 12 જાન્યુઆરી સુધી ફ્લાવરશો નું આયોજન કરવામાં આવ્યું છે. આશરે ત્રણ કરોડથી વધુ રકમના ખર્ચ સાથે શરૂ કરવામાં આવેલ છે. આ ફ્લાવરશો ને જનતા ખુબ જ આનંદ ઉત્સાહથી મુલાકાત કરી રહી છે. અહી મુલાકાતીઓને ફ્લાવર શોની સાથે-સાથે અટલબ્રિજની મુલાકાત લેવાની પણ તક મળતી હોવાથી મોટીસંખ્યામાં મુલાકાતીઓ આવી રહ્યા છે. પહેલી જાન્યુઆરી રવિવારના રોજ ફ્લાવરશો ખાતે સૌથી વધુ અંદાજે 71 હાજર સહેલાણીઓએ મુલાકાત લીધી, જયારે તેના પછીના દિવસે 26 હજાર જયારે અટલબ્રીજ પર 13 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. દર વર્ષે આ ફ્લાવરશો થતો હોય છે ત્યારે આ વર્ષે સૌથી વધુ સહેલાણીઓ મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
આ પણ વાંચો : ચાલતી ટ્રેનના દરવાજા પર બેસીને વીડિયો બનાવવા પર રેલવે વિભાગની ટકોર, સોનૂ સુદે માંગી માફી