નેશનલ

JNU હિંસા ને 3 વર્ષ પૂર્ણ, હજુ પણ કેટલાક આરોપીઓ પોલીસ સકંજાથી દૂર

Text To Speech

5 જાન્યુઆરી 2020ને રવિવારે સાંજે જેએનયુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીસંઘના પ્રદર્શનની વચ્ચે નકાબધારી લોકોએ વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. ડંડા અને અન્ય હથિયારો સાથે કેમ્પસમાં ઘૂસીને લગભગ 4 કલાક સુધી આ તત્વોએ તોફાન કર્યું હતું. આ અજ્ઞાત નકાબધારી લોકો સાબરમતી હોસ્ટેલ સહીત અન્ય હોસ્ટેલમાં ઘૂસીને મોટાપાયે તોડફોડ કરી હતી.

જયારે આ નકાબધારીઓએ હુમલો કર્યો ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હતી છતાં પોલીસ મુકપ્રેક્ષક બનીને સમગ્ર ઘટનાને રોકવાની ક્યાંક કોશિશ કરી ન હતી. તેમજ ત્યાં ઘાયલ થયેલા અનેક વિદ્યાર્થીઓને પણ બચાવવાની જહેમત કરી નહોતી. નકાબધારીઓએ વિદ્યાર્થીઓ સહીત શિક્ષકોને પણ બક્ષ્યા નહોતા અને 3 થી 4 કલાક સુધી આખા વિશ્વ વિદ્યાલયમાં તાંડવ મચાવતા રહ્યા. ઘટના બાદ કેટલાય વિધાર્થીઓ કેમ્પસ છોડીને ઘરે નીકળી ગયા હતા.

આ પણ વાંચો : ચાલતી ટ્રેનના દરવાજા પર બેસીને વીડિયો બનાવવા પર રેલવે વિભાગની ટકોર, સોનૂ સુદે માંગી માફી

આ ઘટના પછી સમગ્ર દેશમાં આના મોટા પ્રત્યાઘાત પડ્યા હતા અને અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન પણ થયાં હતા. ઘટના બન્યા બાદ દિલ્હી પોલીસની ભૂમિકા પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા. JNU ઘટના બાદ કોંગ્રેસ સહીત અન્ય વિપક્ષી દળોએ પણ આ ઘટનાને લઇ વિરોધ પ્રદર્શન કર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટના મામલે દિલ્હીના તત્કાલીન LG અનીલ બૈજલને JNU વિશ્વવિદ્યાલયના પ્રતીનીધીયોને બોલાવીને ચર્ચા કરવા જણાવ્યું હતું.

આ ઘટનાને આજે 3 વર્ષ પૂર્ણ થઇ ગયા હોવા છતાં હજુ પણ કેટલાક આરોપીઓ પોલીસ શકંજામાં આવ્યા નથી અને પોલીસની ભૂમિકા પણ સમગ્ર મામલે શંકસ્પદ રહી હતી.

Back to top button