સ્પોર્ટ્સ ડેસ્કઃ કોરોનાકાળ બાદ ફરી એકવાર IPLની સિઝન જામી છે. ત્યારે ફરી એકવાર દર્શકો મેદાનમાં છે અને ભારતીય પીચ પર તમામ ખેલાડીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જો કે, આ વખતે ટુર્નામેન્ટ માત્ર મહારાષ્ટ્ર રાજ્યના ચાર સ્થળો સુધી મર્યાદિત રાખવામાં આવી છે અને અહીં પણ તમામ દર્શકો ટીમોને પ્રોત્સાહિત કરવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
એક જ રાજ્યના કેટલાક મેદાનો પર મેચો રમાતી હોવાથી બોલરો માટે પિચોને સમજવી મુશ્કેલ નહોતી. આઈપીએલ 2022માં અત્યાર સુધી કયા બોલરો સૌથી વધુ સફળ રહ્યા છે અને આ સમયે કોની પાસે સૌથી વધુ વિકેટ છે, એટલે કે પર્પલ કેપનો સૌથી મોટો દાવેદાર કોણ છે, ચાલો અહીં જાણીએ.
IPL 2022 શરૂઆત કર્યા પછી પ્રથમ મેચથી લઈને અત્યાર સુધી તમામ બોલરો પૂરેપૂરા જોશમાં છે અને ફરી એકવાર પર્પલ કેપ માટે યુદ્ધ મુશ્કેલ બની ગયું છે. આ સિઝનમાં લખનૌ અને બેંગ્લોર વચ્ચે 27 મે (શુક્રવાર)ના રોજ રમાયેલી એલિમિનેટર મેચ પછી કયા પાંચ બોલર પર્પલ કેપના દાવેદારોમાં આગળ છે અને કયો બોલર હાલમાં ટોચ પર છે, તે નીચે મુજબના ટેબલ પરથી જોઈ શકાશે.
નામ | મેચ | વિકેટ | શ્રેષ્ઠ | |
1. | વનિન્દુ હસરાંગા (RCB) | 16 | 26 | 5/18 |
2. | યુઝવેન્દ્ર ચહલ (RR) | 16 | 26 | 5/40 |
3. | કાગીસો રબાડા (PBKS) | 13 | 23 | 4/33 |
4. | ઉમરાન મલિક (SRH) | 14 | 22 | 5/25 |
5. | કુલદીપ યાદવ (KKR) | 14 | 21 | 4/14 |
ઉલ્લેખનીય છે કે, આ લિસ્ટમાં સમાન મેચમાં સમાન વિકેટની સ્થિતિમાં વધુ સારી ઈકોનોમી રેટ ધરાવતા બોલરોને ટોપ પર રાખવામાં આવ્યા છે. છેલ્લી વખત IPL સિઝનમાં પર્પલ કેપ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભારતીય બોલર હર્ષલ પટેલે કબજે કરી હતી. તેણે એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેવા માટે ડ્વેન બ્રાવોની બરાબરી પણ કરી હતી.