વિશેષ

બટલર ‘જોશ’માં આવી ગયો તો નક્કી કોહલીનો આ રેકોર્ડ તોડી નાંખશે!

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્કઃ IPLની 15મી સિઝનની બીજી ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સની જીત સુધી ઈંગ્લેન્ડના બેટર જોશ બટલરે ધૂમ મચાવી હતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બટલરે આ સમયગાળા દરમિયાન ઘણા મોટા રેકોર્ડ તોડ્યા હતા. તો વળી, કેટલાક રેકોર્જ તોડવાની રાહ જોઈ રહ્યો છે. આવો જ એક રેકોર્ડ છે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો. રવિવારે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તે આ રેકોર્ડ તોડી શકે છે. જો કે આ કરવું તેના માટે થોડું મુશ્કેલ છે, પરંતુ તે જે પ્રકારે ફોર્મમાં છે તે જોઈને લાગે છે કે તે આ વખતે કંઈક અજુગતું કરવાના ઈરાદાથી આવ્યો છે.

 

બટલરે અત્યાર સુધી 16 મેચોની 16 ઇનિંગ્સ રમી છે. તેમાંથી બે વાર અણનમ રહ્યો છે. બટલરે 58.86ની એવરેજ અને 151.47ની સ્ટ્રાઇક રેટ સાથે કુલ 824 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 4 અડધી સદી સામેલ છે. આવી સ્થિતિમાં તેની પાસે એક સિઝનમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ બનાવીને વિરાટને પાછળ છોડવાની તક છે. જો બટલર પ્લેઓફ રાઉન્ડમાં સતત બીજી સદી ફટકારવામાં સફળ થાય છે, તો તેના નામે IPL 2022માં સૌથી વધુ પાંચ સદી હશે.

 

આ સિવાય બટલરની નજર વિરાટ કોહલીના એક સિઝનમાં સૌથી વધુ રનના રેકોર્ડ પર પણ રહેશેવર્ષ 2016માં વિરાટે 16 મેચમાં 81.08ની એવરેજ અને 152.03ની સ્ટ્રાઈક રેટથી 973 રન બનાવ્યા હતા. જેમાં 4 સદી અને 7 અડધી સદી સામેલ છે. વિરાટનો આ રેકોર્ડ પોતાના નામે કરવા માટે બટલરને 150 રનની જરૂર પડશે. જો બટલર આટલી મોટી ઇનિંગ્સ રમવામાં સફળ થાય છે, તો ક્વિન્ટન ડિકોકનો આ સિઝનનો એક ઇનિંગમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ પણ તોડી નાખશે.

જોસ બટલરે IPL 2022માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનના બળ પર એક સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર ખેલાડી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેણે સિઝનમાં કુલ 123 બાઉન્ડ્રી ફટકારી છે. જેમાં 78 ફોર અને 45 સિક્સરનો સમાવેશ થાય છે. આ રેકોર્ડ પહેલા વિરાટના નામે હતો, જેણે આ સિઝનમાં કુલ 121 ફોર અને સિક્સર ફટકારી છે.

Back to top button