ટોપ ન્યૂઝમનોરંજન

અમદાવાદમાં શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો વિરોધ, આલ્ફા મોલ કરી તોડફોડ

Text To Speech

અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા મોલમાં મોડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. જેમાં ફિલ્મના પોસ્ટર સિનેપોલીસ સીનેમાઘરમાં દેખાતા કાર્યકરોએ ઉગ્ર દેખાવ કરીને તોડફોડ કરી હતી.

આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

અમદાવાદમાં પઠાણ ફિલ્મનો વિરોધ

મળતી માહિતી પ્રમાણે, અનદાવાદ શહેરમાં વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા મોલમાં મોડી સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મનો વિરોધ દર્શાવ્યો હતો. જેમાં ફિલ્મના પોસ્ટ ફાડી અને તોડફોડ કરી ઉગ્ર દેખાવ કર્યો હતો. તેમજ વિરોધીઓ દ્વારા કહેવામા આવ્યું છે કે, જો આ ફિલ્મ રિલીઝ થશે તો વધુ ઉગ્ર આંદોલન કરશે. આ સમયે અન્ય લોકો પણ મોલમાં હાજર હતા જે આ સમગ્ર મામલો જોઈને ગભરાઈ ગયા હતા.

પઠાન- humdekhengenews

આ સમગ્ર મામલે હાલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. હવે પઠાણ ફિલ્મનો વિરોધ અમદાવાદથી શરૂ થયો છે અને અન્ય જગ્યા પણ વિરોધ થાય તેવી શક્યતા છે. આજે બનેલી આ ઘટના અંગે વીડિયો સામે આવતા હવે પોલીસ અધિકારી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.

પઠાણ-hum dekhenge news

ઉલ્લેખનીય છે કે, પઠાણ ફિલ્મમાં કિંગ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો.

pathan movie-hum dekhenge news

મહત્વનું છે કે વિરોધ થતા જ પોલીસ ઘટના સ્થળે પોહચી મામલો શાંત પાડ્યો હતો પરંતુ તોડ ફોડ અંગે હાલ પોલીસ વીડિયોના આધારે તપાસ કરી રહી છે. આ અગાઉ પણ VHP અને બજરંગ દળ દ્વારા જુદા જુદા કાર્યક્રમો આપી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો હતો. જોકે આજના આ બનાવ બાદ રાજ્યમાં વિરોધનો સુર ઉઠ્યો હોવાનું દેખાઈ રહ્યું છે જેને પગલે આગામી સમયમાં અન્ય જિલ્લા કે શહેરોમાં પણ કાર્યકરો વિરોધ કરે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાંક દિવસોથી બોલિવુડમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણનો વિરોધ થઈ રહ્યો છે. તેના પડઘા અમદાવાદમાં ગત મોડી સાંજે પડ્યા છે.

Back to top button