ગુજરાતટોપ ન્યૂઝ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 10મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

Text To Speech

પતંગ રસિયાઓ માટે હાલ ખુશીના સમાચાર મળી રહ્યા છે. 10મી જાન્યુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. આ પતંગોત્સવની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે બેઠક મળી હતી. જેમાં કલેક્ટરે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતોની પૂરતી કાળજી સાથે આ ઉજવણી સુપેરે પાર પાડીને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે આગામી તા.10મી જાન્યુઆરી, 2023 મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023 યોજાશે.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે યોજાનારા આ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023” કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો આ પ્રસંગે ઉપસ્થિત રહી મહોત્સવમાં ભાગ લેશે અને આકાશી યુદ્ધ જમાવશે.  આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.

આ પણ વાંચો : UP: બાંદામાં કાંઝાવાલા જેવી ભયાનક ઘટના, ટ્રકે સ્કૂટી સવાર મહિલાને 3KM સુધી ખેંચી, દર્દનાક મોત

Back to top button