ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPLની ક્લોઝિંગ સેરેમનીમાં ગરબાની રમઝટ જામશે, AR રહેમાન સહિતના કલાકારો પર્ફોમ કરશે

Text To Speech

અમદાવાદઃ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ફાઇનલ યોજાશે. રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઈટન્સ આ વર્ષે પહેલી જ વાર IPLમાં રમ્યું છે અને ફાઈનલમાં પહોંચી ગયું છે. તો બીજી તરફ રાજસ્થાન રોયલ્સ 14 વર્ષ પછી ફાઈનલમાં આવી છે તો હવે જોવાનું એ રહ્યું છે રોયલ્સ જીતે કે પછી ટાઇટન્સ!

શું હશે સંભવિત ટાઇમલાઇન?

  • આ સેરેમનીની શરૂઆત સાંજે 6.30 વાગ્યાથી શરૂ થશે
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગરબાની રમઝટ જામશે.
  • સાંજે 7.30 વાગ્યે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટોસ થશે
  • IPL ફાઈનલ મેચનો મહાસંગ્રામ 8 વાગ્યે શરૂ થશે
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતી ગાયક કલાકાર પણ હાજરી આપશે જે પોતાના પ્રદર્શન દરમિયાન ગુજરાતી સોન્ગ સહિત ગરબાની રમઝટ બોલાવશે.

દેશની સ્વતંત્રતાનાં 75 વર્ષને લઈ ખાસ શો
મીડિયા રિપોર્ટ્સના આધારે, આ કાર્યક્રમમાં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષને ધ્યાનમાં રાખી ખાસ ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન પણ હાથ ધરવામાં આવશે.

Back to top button