ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ જિલ્લાના નાગરિકોને કોરોના વેક્સિન પ્રત્યેની બેદરકારી ભારે ના પડે સારું

વિશ્વમાં કોરોના વાઇરસે ફરી દસ્તક દિધી છે. જેમાં ભારતમાં કોરોના પોઝિટિવના દર્દીઓ વધ્યા છે. ત્યારે ગુજરાતમાં વિદેશ આવેલા લોકો કોરોના પોઝિટિવ હોવાના અહેવાલો આવ્યા છે. ત્યારે કોરોના વેક્સિન લેવાની તમામ લોકોની નૈતિક જવાબદારી આવી છે. જેમાં આણંદ જિલ્લામાં 4000 ડોઝની ફાળવણી સામે માત્ર 660 લોકોએ જ વેક્સિન લીધી છે.

omicron-bf-7-variant-reached-india-after-covid19-cases-in-china-know-foods-to-prevent-coronavirus-96434250

આ પણ વાંચો: ગુજરાત: કોર્પોરેશનની આ બિલ્ડિંગમાં 3 તકતીઓ લાગી, કારણ છે રસપ્રદ

ફક્ત 660 જેટલા નાગરિકોએ જ વેક્સિન લેવાની દરકાર લીધી

BF 7ના નવા વેરિઅન્ટ સાથે કોરોનાની રિએન્ટ્રી થઇ છે. જેમાં જિલ્લામાં વેક્સિનેશનને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. તથા લોકોને કોરોનાનો ડર ન હોય તેવી સ્થિતિ છે. BF 7ના નવા વેરીએન્ટ સાથે કોરોનાની દેશભરમાં રિ-એન્ટ્રી થયા બાદ હવે આણંદ જિલ્લામાં બાકી રહેલા નાગરિકોને વેક્સિન લેવા માટે ખાસ અપીલ કરાઈ છે. પરંતુ આણંદ જિલ્લામાં અત્યારે નાગરિકોમાંથી વેક્સિનેશનને નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કારણકે આણંદ જિલ્લામાં કોવેક્સિનના 4,000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેની સામે અત્યાર સુધી ફક્ત 660 જેટલા નાગરિકોએ જ વેક્સિન લેવાની દરકાર લીધી છે.

corona

આ પણ વાંચો: DGVCL આ શહેરમાં સ્માર્ટ વીજમીટર લગાવશે, મોબાઈલની જેમ પ્રિપેઈડ રિચાર્જ થશે

વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી

હાલમાં અર્બન હેલ્થ સેન્ટર તથા આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનના ડોઝ છે, પરંતુ વેક્સિન લેવાથી બાકી રહેલા નાગરિકો દ્વારા હજુ રસીકરણ કરાવવામાં દરકાર લેવામાં આવતી નથી. જિલ્લામાં કુલ ચાર હજાર ડોઝમાંથી અત્યાર સુધી માત્ર 660 નાગરિકોએ જ વેક્સિનેશન કરાવ્યું છે. તેથી બાકી રહેલા નાગરિકોને નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈ વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

CORONA
CORONA

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરના RTOને વર્ષ 2022માં રૂ.303 કરોડની આવક થઈ

3,300 ડોઝ જિલ્લાના જુદા જુદા તાલુકાના આરોગ્ય કેન્દ્રો પર ફાળવણી કરાયા

આ સ્થિતિ જોતા આણંદ જિલ્લામાં લોકોને કોરોનાનો ખાસ ડર લાગતો ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. તેથી કોરોનાના કહેરથી બચવા માટે જે નાગરિકો બાકી છે, તેઓ હવે સ્વયં રસીકરણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે તે જરૂરી છે. દસ દિવસ અગાઉ નવા વેરીએન્ટ સાથે કોરોનાની રીએન્ટ્રી થઈ ત્યારે આણંદ જિલ્લામાં વેક્સિનનો જથ્થો નહોતો. પરંતુ તાજેતરમાં આણંદ જિલ્લાને કોવેક્સિનના ચાર હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી 700 ડોઝ આણંદ સ્થિત અર્બન હેલ્થ સેન્ટરો માટે ફાળવવામાં આવ્યા છે. જ્યારે બાકીના 3,300 ડોઝ જિલ્લાના જુદા જુદા તાલુકાના આરોગ્ય કેન્દ્રો પર ફાળવણી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button