મોદી કેબિનેટની ‘ગ્રીન હાઈડ્રોજન મિશન’ને મંજૂરી, જાણો- શું છે હેતુ ?
PM મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે ભારત ગ્રીન હાઇડ્રોજનનું વૈશ્વિક હબ બનશે. દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે.
Union Cabinet approves National Green Hydrogen Mission
Read @ANI Story | https://t.co/9z3vj7btm4#GreenHydrogen #UnionCabinet #GreenHydrogenMission #GreenEnergy #ClimateAction pic.twitter.com/zunLgvPmq1
— ANI Digital (@ani_digital) January 4, 2023
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે 60-100 ગીગાવોટની ક્ષમતાનું ઈલેક્ટ્રોલાઈઝર તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. ગ્રીન હાઈડ્રોજનનું હબ વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
#Cabinet ने 19,744 करोड़ रुपये के प्रारंभिक परिव्यय वाले राष्ट्रीय हरित हाइड्रोजन मिशन को मंज़ूरी दी
????प्रति वर्ष कम से कम 5 एमएमटी (मिलियन मीट्रिक टन) की हरित हाइड्रोजन उत्पादन क्षमता का होगा विकास#CabinetDecisions @mnreindia pic.twitter.com/ppp8fW5wsk
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) January 4, 2023
મિશનથી 6 લાખ નોકરીઓ મળશે- અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે 19,744 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને તેના દ્વારા 6 લાખ નોકરીઓ આપવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ માટે 382 મેગાવોટ સુન્ની ડેમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. 2,614 કરોડનો ખર્ચ થશે. તે સતલજ નદી પર બનાવવામાં આવશે.
382 मेगावाट के सुन्नी बांध हाइड्रोइलेक्ट्रिक पावर प्रोजेक्ट हिमाचल प्रदेश के लिए मंजूर किया गया है। 2,614 करोड़ रुपए की लागत इसमें आएगी। ये सतलुज नदी पर बनेगा ।
-श्री @ianuragthakur
#CabinetDecision pic.twitter.com/1kjMsDFDFf— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) January 4, 2023
મિશન ગ્રીન હાઇડ્રોજનનો હેતુ
આ મિશન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસની સાથે તેની માંગ ઉભી કરશે. ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન પ્રોગ્રામ માટે વ્યૂહાત્મક હસ્તક્ષેપના ભાગરૂપે, ઇલેક્ટ્રોલાઇઝરના સ્થાનિક ઉત્પાદન અને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે બે અલગ-અલગ નાણાકીય પ્રોત્સાહનો રજૂ કરવામાં આવ્યા છે. ઈલેક્ટ્રોલાઈઝરનો ઉપયોગ ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનમાં થાય છે.
23 ડિસેમ્બરે મળેલી કેન્દ્રીય કેબિનેટની છેલ્લી બેઠકમાં ગરીબોને મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબોને અનાજ મફતમાં આપવામાં આવશે.
હાલમાં આ કાયદા હેઠળ લાભ મેળવતા લોકોને અનાજ માટે પ્રતિ કિલો એકથી ત્રણ રૂપિયા ચૂકવવા પડે છે.સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો સમયગાળો 31 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ગરીબોને મફત અનાજનું વિતરણ એપ્રિલ 2020માં કોવિડ -19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું.