ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને કરાયા હોસ્પિટલમાં દાખલ

Text To Speech

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે સર ગંગારામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દાખલ કરાયા છે. ઉલ્લેખનિય છે કે, સોનિયા ગાંધી પણ બે વખત કોરોના પોઝિટીવ રહી ચૂક્યા છે. સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થી ઝઝૂમી રહ્યા છે. આ અગાઉ પણ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને 12મી જૂને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોનિયા ગાંધી 2 જૂને કોરોના સંક્રમિત થયા હતા, ત્યારથી ગંગારામ હોસ્પિટલમાં તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો : દિલ્હી કાંઝાવાલા કેસ : શું બદમાશો અંજલિને 13 નહીં પણ 40 કિમી સુધી ખેંચી ગયા ?

સોનિયા ગાંધી - Humdekhengenews

સોનિયા ગાંધીને રૂટિન ચેકઅપ માટે દાખલ કરાયા

પ્રથમવાર કોરોના સંક્રમિત થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે 75 વર્ષિય સોનિયા ગાંધીને ગત વર્ષે 12મી જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેઓ પ્રથમવાર કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. કોંગ્રેસ પક્ષ તરફથી કહેવાયું હતું કે, હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ જાણવા મળ્યું હતું કે, સોનિયા ગાંધીની શ્વાસ નડીમાં ફંગલ ઈન્ફેક્શન છે.

આ પણ વાંચો : અમદાવાદ : આખી રાત ધમધમતાં સિંધુભવન રોડ પર કેમ બનાવવામાં આવી રહ્યું છે ‘નાર્કોટિક્સ’ પોલીસ સ્ટેશન ?

સોનિયા ગાંધી - Humdekhengenews

ભારત જોડો યાત્રા દરમિયાન દિલ્હીમાં સામેલ થયા હતા સોનિયા

તાજેતરમાં જ સોનિયા ગાંધી દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. તેઓ થોડા અંતર સુધી રાહુલ ગાંધી સાથે ચાલ્યા હતા. અગાઉ પણ સોનિયા ગાંધી સપ્ટેમ્બરમાં કન્યાકુમારીમાં ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. તો તે પહેલા ઓક્ટોબરમાં કર્ણાટકમાં યાત્રામાં પણ ભાગ લીધો હતો.

Back to top button