આજનું પંચાગ
તારીખ :- ૨૯મે ૨૦૨૨, વાર :- રવીવાર
તિથિ :- વૈશાખ વદ ચૌદશ
રાશી :- ૧૧:૧૪:૩૦ સુધી મેષ, ત્યારબાદ વૃષભ
નક્ષત્ર :- કૃતિકા
યોગ :- અતિગંડ
કરણ :- સવારે ૧૪:૫૪:૨૩ સુધી શકુની, ત્યારબાદ ચતુસ્પાદ
આજનું રાશિ ભવિષ્ય
મેષ :- તમે દરેક વસ્તુ માટે ભાવનાત્મક રીતે વિચારશો. દિમાગ કરતા દિલથી વધારે કામ લેશો. તમારા જીવનસાથી જોડે ખૂબ સુંદર સમય પસાર થાય. આજે વિપરીત સંજોગો સામે લડી શકશો. તમારા જ્ઞાન કૌશલ્ય માં વધારો થાય.
વૃષભ :- સવારના સમયે મનમાં ઉચાટ રહે પણ બપોર પછી આવતી પરેશાનીમાં રાહત મળે. કંઇક અતરંગી વિચારો મનમાં આવે. ખર્ચમાં રાહત મળે. વ્યાપાર ધંધા સબંધી જે યોજનાઓ બનાવી હતી એનો આજે અમલ થઈ શકે. સાહસ ઉઠાવવું સારું રહેશે.
મિથુન :- આજનો દિવસ થોડો વ્યસ્ત રહે. તમારા ઉપરી અધિકારીઓની તમારી પાસેની અપેક્ષાઓ વધે. તમારા પરિવારજનોના આનંદ અને મનોરંજન પાછળ ખર્ચ કરશો. લોકોનો વિચાર કરીને પોતાને કષ્ટ આપવું નહિ. મેડિટેશન તમને ફાયદો કરાવે.
કર્ક :- આજનો દિવસ સકારાત્મક ઊર્જાથી ભરેલો રહે. તમારા સંતાન સબંધી કોઈ સારા સમાચાર મળે. જે તકની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો એ આજે મળશે. જીવનસાથી જોડે થોડા મતભેદ થઈ શકે છે. એમને પૂરતો સમય આપવો જરૂરી છે
સિંહ :- તમારી કાર્ય કરવાની પદ્ધતિમાં બદલાવ આવે. તમે તમારી ઓફિસમાં પણ કોઈ નવા નિયમો લાવી શકો છો. તમારા દરેક નિર્ણયમાં તમારા પિતાને સાથે રાખવાથી ફાયદો થાય. તમારા આજે લેવામાં આવેલા પગલાં સફળતા અપાવે.
કન્યા :- આજે કોઈ પણ કાર્ય રુકાવટોની સાથે થાય. બપોર પછી અચાનક પલટો આવે. તમારી જાગૃતતા વધે. તમે જે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો એના હલ માટે દૂરદર્શિતાથી વિચારીને આજે મહત્વનો નિર્ણય લેશો.
તુલા :- તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો, નહી તો કિંમત ચૂકવવી પડે. શાંતિ બનાવી રાખવી. હકારત્મક કોશિશ કરતા રહેવું. નાણાકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું. આર્થિક સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે. પિતાના આશીર્વાદ ફળે.
વૃશ્ચિક :- નવા સંબંધો વિકસે. કોઈ પ્રસંગમાં હાજરી આપવાના યોગ બની રહ્યા છે. તમારી કારકિર્દીમાં આવતી બાધાઓ દૂર કરવાનો માર્ગ મળે. આજે લોકો તમારા પ્રત્યે આકર્ષિત થાય. લગ્નજીવનમાં મધુરતા આવે.
ધનુ :- આગળ વધવાના અવસર મળે. આપબળે આગળ વધશો. વિધાર્થી વર્ગને પરીક્ષામાં સફળતા મળે. તમારે તમારા ગ્રાહકો સાથે સંભાળીને વાત કરવી. તમારી કહેલી વાતનું કોઈને માઠું લાગી શકે છે. કર્મચારીઓને લગતી સમસ્યા દૂર થાય.
મકર :- આજે તમારો મૂડ સારો રહેશે. ખેલકૂદ નો આનંદ લેશો. મિત્રો જોડે પાર્ટી કરવાનું આયોજન કરી શકો છો. તમે તમારા પ્રિયપાત્ર જોડે લગ્ન બાબતે ચર્ચા કરી શકો છો. થોડું આરોગ્યનું ધ્યાન રાખવું. પેટ સબંધી સમસ્યા થઇ શકે છે.
કુંભ :- આજે ઘરમાં જ આરામ કરીને સમય વિતાવવાની ઈચ્છા થાય. મોસાળ પક્ષથી કોઈ મળવા આવી શકે છે. આજે વિવિધ પકવાનનોનો આનંદ માણી શકો છો. સારી થઈ ગયેલી આરોગ્યની સમસ્યા પાછી ઊભી થાય. માતાની સલાહ સાંભળવી.
મીન :- આજે ખેલકૂદમાં ભાગ લેવાની ઈચ્છા જાગે. તમે તમારી સાહસવૃત્તિનું સારું પ્રદર્શન કરશો. આજે નજીક ના મિત્રો જોડે ધમાલ અને મસ્તીની મજા માણશો. કોઈ જૂનો સંબંધ જીંદગીમાં પાછો ફરી શકે છે. ભાઈ બહેનમાં પ્રેમ વધે