ગુજરાતટોપ ન્યૂઝ

કોરોનાના ભય વચ્ચે અમદાવાદમાં શરદી-ખાંસી તાવના દર્દીઓની સંખ્યામાં ઉછાળો

Text To Speech

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાથી ડર લાગી રહ્યો છે. ત્યારે લોકોમાં સિઝન ચેન્જ થવાના કારણે સામાન્ય શરદી-ખાંસી તાવ સહિતના વાઈરલ ઈન્ફેક્શનનું પ્રમાણ પણ વધ્યું છે. જેના કારણે નાના મોટા ક્લિનીકોથી લઈ મોટી હોસ્પિટલમોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો વાત અમદાવાદની જ કરવામાં આવે તો સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1,158 જેટલા કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : ગુજરાતના આ શહેરમાં ચીનથી આવેલો પરિવાર કોરોના મુક્ત થયો, જાણો ક્યાં લીધી સારવાર

છેલ્લા 1 મહિનાની વાત કરવામાં આવે તો ડિસેમ્બર મહિનામાં 3,300 જેટલા બાળકોના કેસ નોંધાયા હતા જેમાંથી આશરે 25 ટકા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. વાઇરલ ઈન્ફેક્શનના કેસમાં ઉછાળો નોંધાયો છે. જ્યારે પુખ્ત વયના દર્દી ઓપીડીમાં આવતાં હોય છે તે પૈકી 7થી 8 ટકા જેટલા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવી પડે છે.

AHMDABAD-HUM DEKHNEGE

આ ઉપરાંત વાયરલના કેસ વધવાના કારણે સિવિલમાં રોજની સરેરાશ ઓપીડી 1500ને પાર થઈ છે, જે અગાઉ 1200થી 1250 કેસ આસપાસ રહેતી હતી. જો કે હજી સુધી લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા નથી તે વાત રાહતની છે.

ઠંડીની અસર વધતાં ડૉક્ટરો તરફથી સલાહ આપવામાં આવી રહી છે કે, જો કોઈ બાળકને શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો હોય તો તૂર્ત જ હોસ્પિટલ જવું જોઈએ અને આવા બાળકને સ્કૂલે ના મોકલવા જોઈએ, બાળકોમાં જલદી ચેપ લાગતો હોય છે. વાલીઓએ આ બાબતની તકેદારી રાખવાની જરૂરી છે.

Back to top button