આંબલીનું પાણી પીવાથી થશે શરીરને ફાયદા
આંબલી ખાવામાં થોડી મીઠી અને ખાટી હોય છે. આંબલી સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને તેને ખાવાથી આપણું શરીર ગંભીર રોગોથી સુરક્ષિત રહે છે. આંબલીનું પાણી પણ ઘણી વાર સંભાર અને આંબલીના પાન બનાવવા માટે વપરાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું આંબલીનું પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી છે. આંબલીમાં વિટામિન-સી, વિટામિન-એ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર હોય છે. તે આરોગ્ય માટે વિવિધ રીતે લાભ લાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં આમલીનું પાણી પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં સારી ભૂમિકા ભજવે છે.
પાચન શક્તિ મજબૂત થાય : આંબલીનો ઉપયોગ પાચનતંત્ર સાથે સંકળાયેલી ઘણી આયુર્વેદિક દવાઓ બનાવવા માટે થાય છે અને તેને ખાવાથી પાચન શક્તિ પર સારી અસર પડે છે અને પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. આંબલીની અંદર રહેલા પોષક તત્વો પેટ માટે ફાયદાકારક હોય છે, અને આંબલી ખાવાથી ખોરાક યોગ્ય રીતે પચી જાય છે.
સાંધાનો દુખાવો કરે દૂર : આંબલીનું પાણી સાંધાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. આંબલીના પાણીનું નિયમિતપણે સેવન કરવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે. આંબલીમાં લીવરના કોષોને યોગ્ય રાખવાના ગુણ ધર્મો છે, જે સાંધાની સમસ્યાને સુધારવામાં મદદ કરે છે.
એનિમિયામાં રાહત : આંબલી એનિમિયાને દૂર કરવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે. આંબલીમાં વઘુ માત્રામાં આર્યન હોય છે. તે શરીરમાં હિમોગ્લોબિન વધારીને એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડશે : વજન ઘટાડવામાં આંબલી પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેમાં હાઇડ્રોક્સિલ એસિડ હોય છે, જે શરીરની વધારાની ચરબીને બાળીને એન્ઝાઈમને વધારવામાં મદદ કરે છે જે વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી છે.
ખીલ કરે દૂર : આંબલી ખીલને દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ માટે તમે આંબલીના બીજનો ઉપયોગ કરી શકો છો. લીંબુના રસમાં આમલીના બીજને પીસી લઈને તે પેસ્ટને ત્વચા પર લગાવવાથી ખીલમાં રાહત મળે છે.
પેટની સમસ્યા ઘટાડે : પેટની સમસ્યાને ઘટાડવા માટે આંબલીના પાન અને ફૂલોનો પણ ઉપયોગ કરી શકાય છે. પેટમાં બળતરા અને પિત્તની સમસ્યા દૂર કરવા માટે આંબલીના પાન અને ફૂલનું શાક બનાવીને તેનું સેવન કરવુ જોઈએ.