મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલા પ્રથમ T20 મેચમાં ભારતનો 2 રનથી વિજય થયો છે. ટોસ જીતીને લંકાએ પ્રથમ બોલીંગ કરવાનું પસંદ કર્યા બાદ ભારતે 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી લંકાએ છેલ્લે સુધી જબરદસ્ત ફાઈટ આપી હતી અને અંતિમ બોલ સુધી મેચ લઈ ગયા બાદ છેલ્લા બોલ ઉપર ભારતનો 2 રનથી શાનદાર વિજય થયો હતો. આ મેચમાં ડેબ્યુ કરનાર બોલર શિવમ માવીનો સ્પેલ શાનદાર રહ્યો હતો તેણે પ્રથમ જ મેચમાં 4 વિકેટ ઝડપી હતી.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારતીય ટીમઃ ઈશાન કિશન (વિકેટકીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, યુઝવેન્દ્ર ચહલ.
શ્રીલંકાની ટીમઃ પથુમ નિસાંકા, કુશલ મેન્ડિસ (વિકેટમાં), ધનંજયા ડી’સિલ્વા, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (સી), વાનિન્દુ હસરાંગા, ચમિકા કરુણારત્ને, મહેશ તિક્ષ્ણ, કસુન રાજીથા, દિલશાન મદુશાનકા.
શિવમ માવીએ અંડર-19ના દિવસો યાદ કર્યા
આ શ્રેણીમાં ભારતીય ઝડપી બોલર શિવમ માવીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. આ પછી તેને અંડર-19 ક્રિકેટના દિવસો યાદ આવ્યા. શીવમ માવીએ અને તેની ટીમે અંડર-19 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યુ હતું. હવે શીવમ માવી દેશની સિનિયર ટીમ માટે ઘણાં રેકોર્ડ બ્રેક કરવા માંગે છે.