પાલનપુર : તબીબની કાર નીચે ચાર વર્ષની માસુમ કચડાઈ,પરિવારમાં શોક
- તબીબ હોસ્પિટલમાં સારવાર થઈ ગયા, માસુમ ના બચી શકી
પાલનપુર : પાલનપુર હાઇવે પર એક શ્રમિક પરિવારની ચાર વર્ષની માસુમ દિકરીનું તબીબની કાર નીચે આવી જતા કચડાઈ જવાથી કરુણ મોત નિપજ્યું છે. માસુમને સારવાર માટે તબીબ તેમની કારમાં હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. જેને લઇને શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ અંગે તબીબ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાલનપુરના શ્રમિક રામા ભાઈ સરાણીયા તેમની ચાર વર્ષની માસુમ દિકરી ભારતીને લઈને હાઇવે ઉપર આવેલ હોટલ કેપલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે ખાનગી હોસ્પિટલના તબીબ ડો. મિલન મોદીની કાર નીચે દીકરી ભારતી આવી જતા કચડાઈ ગઈ હતી. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી માસુમ બાળકીને અકસ્માત સર્જનારા તબીબ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ગંભીર રીતે ઘવાયેલી ભારતીનું કરુણ મોત નિપજ્યું હતું.
આ ઘટનાના સમાચાર મળતા રામાભાઈ ના સગા સંબંધીઓ પણ દોડી આવ્યા હતા. જોકે માસુમ ભારતીનું કાર નીચે કચડાઈ ગયા બાદ તેને સારવાર માટે તબીબ હોસ્પિટલમાં લઈ ગયા છતાં તે બચી શકી ન હતી. આ ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે અકસ્માતની આ ઘટનામાં ડોક્ટર મિલન મોદી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો : પાલનપુર : બનાસકાંઠાના બેરોજગાર વિદ્યાસહાયકોની મહેકમ મુજબ જગ્યાઓ વધારવા માગ