ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં GSTની આવકનો આંકડો વાંચી આંખો થઇ જશે પહોળી

Text To Speech

ગુજરાતમાંથી GSTની આવક રૂ. 1.1 લાખ કરોડ થઇ છે. જેમાં SGSTમાં 31 ટકા વધારો થયો છે. તેમજ વ્યાપાર-ધંધા, ફુગાવામાં વધારાને પગલે GSTની આવક વધી છે. તથા સોનું તાજેતરમાં રૂ. 58,000-ની સપાટી ઉપરના રેકોર્ડ ઊંચા ભાવ તરફ્ છે. તેમજ કાચા માલના ભાવમાં વધારો તેમજ તૈયાર વસ્તુના ભાવમાં પણ વધારો નોંધાયો છે. તેથી GSTની આવક વધી છે.

GST Department Hum Dekhenge
GST Department Hum Dekhenge

આ પણ વાંચો: ગુજરાતના ગરીબ અને મધ્યવર્ગીય લોકો માટે આરોગ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત

વર્ષે ડિસેમ્બરમાં રૂ. 2,645 કરોડની VATની આવક થઇ

ગુજરાતમાં ગત વર્ષે ડિસેમ્બરમાં રૂ. 2,645 કરોડની VATની આવકની સરખામણીએ ડિસેમ્બર, 2022માં VATની આવક 21.52 ટકા વધીને રૂ.3,214 કરોડ થઈ છે. જ્યારે ગુજરાતમાંથી ગત વર્ષે ડિસેમ્બરમાં ગુજરાતમાંથી થયેલી GSTની આવક 26 ટકા વધીને ડિસેમ્બર, 2022માં GSTની આવક રૂ. 9,238 કરોડ થઈ છે. આમ,એપ્રિલથી ડિસેમ્બર, 2022ના સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી થયેલી GSTની આવક રૂ. 1.1 લાખ કરોડ થઈ છે.

આ પણ વાંચો: શેત્રુંજય પર્વત વિવાદ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મહત્ત્વનું નિવેદન

GSTની આવક રૂ. 1.1 લાખ કરોડને આંબી ગઈ

ગુજરાતમાં ડિસેમ્બર, 2022 સુધીમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવક રૂ. 1.1 લાખ કરોડને આંબી ગઈ છે. આમ,અત્યાર સુધીમાં સૌપ્રથમવાર કેન્દ્ર સરકારે ગુજરાતમાંથી થતી GST મારફતે રૂ.1 લાખ કરોડથી વધુ આવક એકત્રિત કરી છે. ગત વર્ષે ડિસેમ્બર સુધીમાં થયેલી GSTની આવકની સરખામણીએ ડિસેમ્બર, 2022 સુધીના 9 મહિનાના સમયગાળા દરમિયાન GSTની આવકમાં 17 ટકાનો વધારો નોંધાયો છે. ડિસેમ્બર, 2022માં SGSTની આવક રૂ. 4,856 કરોડ થઈ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલી રૂ.3,692 કરોડની SGSTની આવકની સરખામણીએ ડિસેમ્બર, 2022માં SGSTની આવક 31.54 ટકાનો વધારો નોંધાયો છે.

Back to top button