નેશનલ

અરવિંદ કેજરીવાલની પીડિતા પરિવારને 10 લાખની સહાયની જાહેરાત

Text To Speech

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા હાલ દિલ્હીમાં બનેલ ભયાનક ઘટનામાં આજરોજ ટ્વીટ દ્વારા માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે પીડિતની માતા બીમાર રહે છે, એમનો સંપૂર્ણ ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.

આ પણ વાંચો : દિલ્હી કેસમાં નવા CCTV ફૂટેજ આવ્યા સામે, નવા વર્ષની પાર્ટી પછી અંજલિ સાથે હતી તેની મિત્ર પણ

વધુમાં તેમને જણાવ્યું હતું કે મોટામાં મોટો વકીલ રોકીને પીડિતાને ન્યાય આપવાનો પ્રયાસ કરીશું. દિલ્હીમાં બનેલી ઘટના હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકાર સતત દિલ્હીના LG અને ભારતીય જનતા પાર્ટીને ઘેરી રહી છે.

ટ્વીટ કરીને આપી માહિતી

સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને તેમના ધારાસભ્યો દ્વારા પણ દિલ્હીના કમિશ્નરને પણ આવેદન આપ્યું હતું. ત્યારે આજે અરવિંદ કેજરીવાલે પીડિતા માટે 10 લાખ સહાયની જાહેરાત અને તેના માટે વકીલ રોકવાની જાહેરાત કરી હતી. પીડિતાની માતા ને પણ સ્વાસ્થ્ય અંગે સંપૂર્ણ જવાદારી લીધી હોવાની જાહેરાત કરી હતી.

Back to top button