સ્પોર્ટસ

ગુજરાત વોલીબોલ લીગઃ ફાઈનલ મુકાબલામાં કોણે મારી બાજી?

Text To Speech

ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને સ્ટેટ વોલીબોલ એસોસિએસનના સહિયારા પ્રયાસથી અમદાવાદમાં ચાલુ થયેલી લીગનો અંત આવી ગયો છે. આ લીગમાં જીતનો ઝંડો લહેરાવ્યો છે Vardan Warriorsની ટીમે.

ફાઈલ ફોટો

ઈન્દ્રપ્રસ્થ કોર્પોરેટ વોલીબોલ લીગમાં Vardan Warriors અને N.G.Smashers વચ્ચે ફાઈનલ મેચનો મહાસંગ્રામ યૉજાયો હતો. શુક્રવારે સાંજના 7:30 કલાકે યોજાયેલા આ મહામુકાબલમાં બન્ને ટીમ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. ક્યારેક Vardan Warriors તો ક્યારેક N.G.Smashersનું પલડું ભારે જોવા મળતું હતું. જે રીતે વોલીબોલની મેચ જામી હતી તેના પરથી બન્ને ટીમમાંથી કોણ જીતશે તે કહેવું મુશ્કેલ હતું? પરંતુ, જીતનો કળશ તો જે ટીમ બેસ્ટ નહીં પણ સુપર બેસ્ટ પર્ફોમન્સ આપે તેના પર જ ઢોળાય છે.

ફાઈલ ફોટો

અને શુક્રવારે યોજાયેલી વોલીબોલની ફાઈનલ મેચમાં જીતનો પરચમ લહેરાવ્યો હતો Vardan Warriorsની ટીમે..મેચની શરૂઆતમાં Vardan Warriors ચેમ્પિયન બન્યું હતું. આ મેચમાં Vardan Warriorsની ટીમે 25,21,25,25 સ્કોર કરી જીત પોતાના નામે કરી હતી. જ્યારે N.G.Smashersનો સ્કોર 20,25,21,19 રહ્યો હતો.

ફાઈલ ફોટો

ફાઈનલ મેચની મજા માણવા માટે પ્રેક્ષકોની સાથે મુખ્ય મહેમાન તરીકે નગીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મેચના અંતે યોજાયેલી ક્લોઝિંગ સેરેમનીમાં ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ એન.જી. પટેલે જીત અને હાર મેળવનાર તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને આ રીતે મહેનત કરવા માટે જુસ્સો પૂરો પાડ્યો હતો. તો તેમની સાથે અન્ય મુખ્ય મહેમાનોમાં ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિેએશનના સેક્રેટરી કમલેશ પટેલ, એલ.જે યુનિવર્સિટિના વાઈસ ચાન્સેલર દિનેશ અવસ્થી તેમજ વોલીબોલ ફેડરેશન, એન.આર.એસ ફ્રેન્ચાઈઝીના માલિકે પણ હાજરી આપી ખેલાડીઓના જોમમાં જોમ પૂર્યો હતો.

Back to top button